સુડાનમાં લાખો બાળકો પર કુપોષણ અને ભૂખના લીધે મોતની તલવાર લટકી રહી છે. સુડાનમાં હાલ હિસક લડાઈમાં આઠ લોકોના મૃત્યુ થયું છે.
સુડાનમાં રોટલીની કિંમત વધારવાના મામલે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘમાસણ થઇ જતા આઠ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે.
સુડાનની સરકારે રોટલીની કિંમત એક સુડાની પાઉન્ડથી વધારીને ત્રણ સુડાની પાઉન્ડ કરી દીધી છે. જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધે હિંસક રૂપ લઇ લીધું હતું.
શહેરના સંસદ સભ્ય અલ-નૂરના કહેવા પ્રમાણે અલ-ક્દરીફમાં હાલ પરિસ્થતિ કાબુની બહાર છે. અલ-નૂરે વિનંતી કરી છે કે તેઓ મહેરબાની કરીને પ્રદર્શનકારીઓ સામે બળનો પ્રયોગ ન કરે કેમકે તેઓ શાંતિથી વિરોધ કરી રહ્યા છે.