દમાસ્ક,
સીરિયાના કેમિકલ હુમલાના જવાબમાં મિસાઈલ હુમલો શરુ થઈ ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયા પર મિસાઈલ હુમલાનો આદેશ આપ્યો છે.આ હુમલામાં અમેરિકા સાથે ફ્રાંસ અને બ્રિટેન પણ શામેલ છે. સીરિયાની રાજધાની દમાસ્કમાં જોરદાર બોમ્બ ધમાકાઓનો અવાજ સંભળાઈ રહ્યો છે.
સિરીયા પર અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસ દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલા બાદ દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વધી ગઈ છે. આ હુમલા બાદ રશિયાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા હુમલાને પુતિનના અપમાન સમાન ગણાવ્યો છે, તેમજ તેનો વળતો જવાબ આપવાની ચેતવણી આપી છે.
રશિયાએ સ્પષ્ટ કર્યુ છે કે રશિયામાં માંડ શાંતિ પ્રસ્થાપિત થઈ રહી હતી ત્યારે અમેરિકાએ હુમલો કરી બળતામાં ઘી હોમ્યુ છે, હવે સમગ્ર દુનિયા તેના પ્રત્યાઘાત માટે તૈયાર રહે. બીજી બાજુ રશિયાએ પોતાના નાગરીકોને બંકરોમાં જરુરી ભોજન અને જીવનજરુરી ચીજવસ્તુ એકઠી કરી લેવા સુચન કર્યુ છે.
તેમના આ સૂચન બાદ હવે રશિયા કોઈપણ સમયે જવાબી કાર્યવાહી કરે તેવી શક્યતા વધી ગઈ છે. રશિયાનુ કહેવુ છે કે સિરીયા પર ૧૦૦થી વધુ મિસાઈલ ફેંકવામાં આવી હતી,જેમાંથી મોટાભાગની મિસાઈલો અમે તોડી પાડી છે. પરંતુ તેમ છતાં કેટલીક મિસાઈલોએ પોતાના લક્ષ્યાંકને નિશાન બનાવ્યુ છે. પરંતુ આ હુમલામાં રશિયાના મથકોને કોઈ નુકશાન થયુ નથી.
અમેરિકામાં રશિયન રાજદૂત એન્ટોની અંટોલોવે જણાવ્યુ હતું કે અમે ચેતવણી આપી હતી કે હુમલાનુ પરિણામ ભોગવવુ પડશે હવે જે કંઈ થશે તે માટે જવાબદાર અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસ રહેશે. રશિયાના મામલામાં હસ્તક્ષેપ કરવાની કિંમત આ દેશોએ ચુકવવી પડશે, તેમને છોડવામાં નહીં આવે.