Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આધ્યાત્મિક ગુરુ તરીકે વિશ્વ વિખ્યાત એવા ભારત દેશને ઋષિમૂનીઓએ સમગ્ર માનવજાતનાં કલ્યાણ માટે દિવ્ય યોગ શક્તિશાસ્ત્ર સૌને ભેટ આપ્યુ છે. ઋષિમૂનીઓની આ જ ભેટને જન-જન સુધી પહોચાડવા વડાપ્રધાન મોદી દ્વારા અથાર્ત પ્રયત્નો થયા છે. આપને જણાવી દઇએ કે, 27 સપ્ટેમ્બર 2014નાં રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભામાં વડાપ્રધાન મોદીએ સમગ્ર વિશ્વમાં યોગની અલખ જગાવી […]

Gujarat
yoga in statue of unity સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આધ્યાત્મિક ગુરુ તરીકે વિશ્વ વિખ્યાત એવા ભારત દેશને ઋષિમૂનીઓએ સમગ્ર માનવજાતનાં કલ્યાણ માટે દિવ્ય યોગ શક્તિશાસ્ત્ર સૌને ભેટ આપ્યુ છે. ઋષિમૂનીઓની આ જ ભેટને જન-જન સુધી પહોચાડવા વડાપ્રધાન મોદી દ્વારા અથાર્ત પ્રયત્નો થયા છે. આપને જણાવી દઇએ કે, 27 સપ્ટેમ્બર 2014નાં રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભામાં વડાપ્રધાન મોદીએ સમગ્ર વિશ્વમાં યોગની અલખ જગાવી હતી અને શરૂઆત થઇ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની.

આ વર્ષે યોજાનારા પાંચમાં વિશ્વ યોગ દિવસની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવશે. પરંતુ આ વખતેની ઉજવણી કઇક અનોખી બની રહેવાની છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ અમદાવાદથી કરાવશે. ત્યારે મંત્રીઓ અને નેતાઓ પોતાના મત વિસ્તારોમાં યોગ દિવસની ઉજવણી કરાવશે. એક સાથે એક કરોડથી વધુ લોકોને રાજ્યભરમાં યોગ કરાવાય તેવો રાજ્ય સરકારનો પ્રયાસ છે.

કયા સ્થળોએ કરાશે યોગ દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી હેરિટેજ અને પ્રવાસનસ્થળોએ કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંતો અને મહંતો યોગ દિવસની ઉજવણી કરતા પણ જોવા મળશે.

સરદાર પટેલનાં સાનિધ્યમાં પ્રથમ વખત યોગ કરાશે.

ઐતિહાસિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરાશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે PM મોદી ખુદ ટ્વીટર પર યોગથી થતા ફાયદાઓનાં વીડિયો શેર કરી રહ્યા છે. આ વખતનાં આ પાંચમાં આંતરરાષ્ટ્રીય દિવસને ખાસ બનાવવા અત્યારથી જ તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.