ભારતમાં વેપાર કરવાની સ્થિતિ હવે સુગમ બની છે.તેવામાં મોદી સરકારના દાવાઓ પર વર્લ્ડ બેંકના રિપોર્ટમાં ભારતને 190 દેશોમાં 100મું સ્થાન પ્રાપ્ત થયું છે. ગયા વર્ષે ભારત આ યાદીમાં 130મા સ્થાને હતું. મોદી સરકારે કરેલા આર્થિક સુધારાના પરિણામ સ્વરૂપે ભારતને 100મું સ્થાન મળ્યું છે. આ સાથે રેન્કિંગમાં ભારતે 30 સ્થાનની હરળફાળ ભરી છે.
વર્લ્ડ બેંકના ડુઇંગ બિઝનેસ રિપોર્ટમાં ભારતના રેન્કિંગમાં સુધારા પાછળ પીએમ મોદીના આર્થિક એજન્ડાને મહત્વનું પરિબળ માનવામાં આવે છે. ભારતે કરેલા આર્થિક સુધારાને વિશ્વ બેંક દ્વારા પણ માન્યતા આપી દેવાઇ છે તેવા દાવા સાથે હવે મોદી સરકાર નોટબંધી અને જીએસટીના ટીકાકારોને જડબાતોડ જવાબ આપી શકશે.