Not Set/ લૈરી કુંડલો બન્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના આર્થિક સલાહકારના રૂપમાં લૈરી કુંડલોએ પોતાની સ્વીકૃતિ આપી છે. વાઈટ હાઉસ દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી હતી. 70 વર્ષીય કુંડલો ગોલ્ડમેન સૈફના પૂર્વ કાર્યકારી ગૈરી કોહેનની જગ્યા લેશે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના પૂર્વ આર્થિક સહલાકાર કોહેને સ્ટીલ અને એલ્યુમિનિયમ ની આયત પર અનુક્રમે 25 % અને 10 % […]

World
લૈરી કુંડલો બન્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર

વોશિંગ્ટન,

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના આર્થિક સલાહકારના રૂપમાં લૈરી કુંડલોએ પોતાની સ્વીકૃતિ આપી છે. વાઈટ હાઉસ દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી હતી. 70 વર્ષીય કુંડલો ગોલ્ડમેન સૈફના પૂર્વ કાર્યકારી ગૈરી કોહેનની જગ્યા લેશે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના પૂર્વ આર્થિક સહલાકાર કોહેને સ્ટીલ અને એલ્યુમિનિયમ ની આયત પર અનુક્રમે 25 % અને 10 % ટેક્સ લાગવા બાબતે અમેરિકી રાષ્ટ્રપતિ સાથે થયેલા મતભેદો બાદ રાજીનામું આપ્યું હતું. કુંડલો આ પહેલા રીગન પ્રસાશનમાં કામ કરી ચૂક્યા છે અને તેઓએ આ દરમિયાન આર્થિક નીતિઓ બનાવવામાં પણ મદદ કરી હતી.

વાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સૈન્ડર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લૈરી કુંડલોને રાષ્ટ્રપતિ ના સલાહકાર અને રાષ્ટ્રીય આર્થિક પરિષદના ડાયરેક્ટરના પદ માટે જણાવવામાં આવ્યું હતું જે તેઓએ સ્વીકાર કર્યું છે. લૈરી કુંડલોની નિયુક્તિ અંગે અમેરિકી સેનેટના સાંસદો એ પણ  પોતાની સહમતી આપી હતી.

લૈરી કુંડલોની નિયુક્તિ અંગે અમેરિકી સેનેટના સાંસદોએ પણ પોતાની સહમતી આપી હતી. સેનેટર લિન્ડસે ગ્રાહમે કુંડલોની નિયુક્તિને યોગ્ય ગણાવતા તેઓને વિકાસના સમર્થક અને આર્થિક નીતિઓની કરેલા કામકાજની પ્રશંસા કરી હતી. સેનેટ સભ્ય ડેવિડ પેડ્યુએ જણાવ્યું હતું કે, કુંડલો અમેરિકાને પૂરી દુનિયાની સ્પર્ધામાં વધુ પ્રતિસ્પર્ધી બનાવવા માટે ટ્રમ્પની મદદ કરશે.