IIM અમદાવાદે ભારતનો પ્રથમ કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક લોન્ચ કર્યો છે. જેનાથી ખેડૂતો ને ખૂબ મોટો લાભ થઇ શકશે. દેશમાં પ્રથમવાર ભારતીય પ્રબંધ સંસ્થાન (IIM ) દ્વારા એક એવું સંશોધન થયું છે જેથી રાજ્ય અને દેશના ખેડૂતો નું હિત થશે.
ભારત ડીજીટલ ક્ષેત્રે આગળ વધ્યું છે પરંતુ આજેય ભારત અને ગુજરાત ખેતી પ્રધાન છે. દેશમાં 70 ટકા વસ્તી ખેતી પર આધાર છે, પરંતુ તેમ છતાં ખેડૂતો પાસે જમીનની કિંમત આંકવાનો રસ્તો નહોતો. ઘણી વાર જમીન ભૂમિ સંપાદનના કાયદાકીય વિવાદમાં અટવાઈ જાય છે તો ખે્ડૂત જમીનની યોગ્ય કિંમત મેળવી શકતા નથી. પરંતુ હવે ખેડૂતોને આ સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. IIM ના મિશ્રા સેન્ટર ફોર ફાઇનાન્શિયલ માર્કેટ એન્ડ ઇકોનોમીએ ભારતીય કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક બનાવ્યો છે. આ સૂચકાંક ખેડૂતોને તેમની જમીનની કિંમત જણાવશે.
વધુ મળતી માહિતી અનુસાર આ સૂચકાંક વિશ્વસનીય સ્ત્રોતના રૂપે કામ કરશે અને ગ્રામિણ તથા અર્ધ શહેરી ક્ષેત્રોમાં જમીનની કિંમતોને બેંચમાર્ક કરશે. આ સૂચકાંકમાં જમીનની કિંમતો અંગે કામ કરનારી ખાનગી ફ્રમ એસફાર્મસ ઇન્ડિયા દ્વારા ડેટા આધારિત મદદ કરવામાં આવી રહી છે. આ કૃષિ ભૂમિના રિયલ એસ્ટેટમાં સંભવિત રૂપાતંરણના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
પોર્જેક્ટ લીડર તથા આઇઆઇએમમાં રિયલ એસ્ટેટ ફાઇનાન્સના એસોસિયેચ પ્રોફેસર પ્રશાંત દાસે ISLPI અંગે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, અત્યારે ખેડૂતોને જમીનના બદલામાં જે રિર્ટન મળે છે તે ઘણું ઓછું છેખેડૂતોને ખેતી દ્વારા થતી ઉપજના મુકાબલે 0.5 થી 2 ચકા રિર્ચન મળે છે. તેવામાં આ સૂચકાંક ખેડૂતોની ખેતીની યોગ્ય જમીનના વેચાણ માટે મદદરૂપ સાબિત થશે. ખેડૂતોની જમીનની કિંમત જણાવવા માટે સૂચકાંકમા ચાર મુખ્ય ફેકટર્સ ગણવામાં આવ્યા છે. નજીકના શહેરથી ખેતરનું અંતર, નજીકના એરપોર્ટથી અંતર અને ઇન્ટરનેશનલ એરપોર્ટથી અંતર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો જમીનમાં સિંચાઈની વ્યવસ્થા હોય તો તેમાં 15 ટકાનો વધારો થશે. તો જમીન પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટની શકયતા હોય તો 20 ટકા સુધી સુધારો થશે. ખેડૂતોની જમીન અંગેની ઉદભવતી અનેક સમસ્યાઓ દૂર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : કાશ્મીરી પંડિત કર્મચારીઓની ટ્રાન્સફર લિસ્ટ સોશિયલ મીડિયા પર લીક થતાં સરકાર વિરુદ્વ સૂત્રોચ્ચાર