ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં લાગેલી તપાસ પોલીસે પોતાના તપાસની દિશા બદલી દીધી છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે ભૈયુજી મહારાજને આત્મહત્યા કરવા માટે કોઈએ મજબુર તો નથી કર્યા ને? પોલીસ આ દિશામાં તપાસના તથ્યો શોધવામાં લાગી ગઈ છે. આ કેસમાં તપાસ દળે સાયબર સેલની મદદ લીધી હતી.
આ સાથે જ પોલીસની નજર આજ થનાર કુહૂનાં નિવેદન પર પણ લાગેલી છે. જેમ કે, ગુરુવારે ફોન પર થયેલી વાતચીતમાં તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર કુહૂએ પોતાની સાવકી માતા પર ટોર્ચર કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
ગોપનીય નંબરમાં મળ્યા ત્રણ સંદીગ્ધ નંબર:-
સુત્રોના જણાવ્યા અનુસાર આ કોલ ડીટેઇલમાં ત્રણ સંદિગ્ધ નંબર મળ્યા છે. જેમની સાથે ભૈયુજી મહારાજની 100 થી વધારે વાર વાત થયેલી છે. પોલીસ ટે લોકો સુધી પહોંચવા માંગે છે. જેમણે મોત પહેલા ભૈયુજી મહારાજ સાથે વાત કરેલી હતી. પોલીસનો શક છે કે મોતના તાર આ નંબર સાથે જોડાયેલ હોઈ શકે. આ સાથે જ પોલીસે ભૈયુજી મહારાજના ગોપનીય નંબરોની કોલ ડીટેઇલ કાઢવી લીધી છે, જેમનો પ્રયોગ તેઓ પોતાના માટે કરતા હતા. તેમના પર અનુયાયી અને પરિવારજનોનાં બહુ ઓછા કોલ આવતા હતા.
એસએમએસ અને વોટ્સએપ સંદેશાઓ તપાસો:
સી.એસ.પી. મનોજ રત્નાકરના જણાવ્યા મુજબ, ભૈયુજી મહારાજના ઘરમાંથી 7 ગેજેટ્સ મોબાઇલ, ટૅબ્સ, લેપટોપ મળી આવ્યા છે. ઘણા મોબાઈલ ફોનમાં પેટર્ન લોક હતું જેને ખોલવા માટે નિષ્ણાતોની સહાય લેવામાં આવી રહી છે. કોલ લોગ, મોબાઇલનાં એસએમએસ અને વોટ્સએપ સંદેશાઓ પણ તપાસવામાં આવશે. પોલીસે ભૈયૂજી મહારાજ, પત્ની ડૉ. આયુષી, પુત્રી કુહુ અને સેવાદાર સહિત 12 જેટલા લોકોની કોલ વિગતો માંગી છે. આ સાથે, પોલીસ 5 કેમેરાની સીસીટીવી ફૂટેજ પણ કાઢી રહી છે.
પોલીસ પુત્રી કુહૂના નિવેદન પર નજર:
પોલીસની આંખો મહારાજની દીકરી કુહુના પર લાગેલી છે. આજે તે પોલીસને પોતાનો નિવેદન આપી શકે છે. આજે કુહૂ તપાસ ટીમને ખૂબ મહત્વપૂર્ણ નિવેદન આપી શકે છે. પોલીસે અત્યાર સુધી કર્મચારી સરોજ, યોગેશ દેશમુખ, ગોલુ ઉર્ફે ગોલ્ડુ, પ્રવીણ દેશમુખ, રાજેન્દ્ર પંવાર અને તેમની પત્ની ડૉ. આયુશીએ નિવેદન દઈ ચુક્યા છે. ગુરુવારે પોલીસે કુહૂના મોબાઇલની પૂછપરછ કરી અને શુક્રવારે એક માટે નિવેદન માટે કહ્યું છે. તેણીએ જણાવ્યું હતું કે ડૉ. આયૂશી સાથે તેણીનો વારંવાર વિવાદ થતો હતો. તેણીએ જણાવ્યું હતું કે તેમણે ઘરથી તેણીની પ્રથમ માતાના ચિત્રો દૂર કરી દીધા હતા.