નવી વૈશ્વિક વ્યવસ્થામાં યુરોપિયન યુનિયન (ઇયૂ) પોતાનું મહત્વ સ્થાપિત કરવાના પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે તેણે ફરી એકવાર ઇશારો કરતા જણાવ્ય કે ભારત તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાથી બનશે. જેની માટે ભારતને ગુરુવારે યોજાનારી ઇયુના વિદેશ મંત્રીઓની મહત્વની બેઠકમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરુવારે ઇયુ દેશ સ્લોવેનિયા માટે ચાર દિવસની મુલાકાતે જઇ રહ્યા છે.
ભારતનું મહત્વ એ હકીકત પરથી સમજી શકાય છે કે ભારત સિવાય અમેરિકા અને કેન્યાના વિદેશ મંત્રીઓને જ આ બેઠકમાં ઇયુ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. બેઠકમાં અફઘાનિસ્તાનનો મુદ્દો મહત્વનો રહેશે.બુધવારે જયશંકરે બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબ સાથે પણ અફઘાનિસ્તાન મુદ્દે વિગતવાર વાત કરી હતી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોનું પરત ફરવુ અને તાલિબાની સત્તાથી યુરોપિયન દેશોમાં ભારે ચિંતા ઉભી થઈ છે. ભૂતકાળમાં, બ્રિટન, ફ્રાન્સ જેવા ઘણા દેશો કટ્ટરવાદી ઇસ્લામિક આતંકવાદનો શિકાર બન્યા છે અને તેમને ડર છે કે આવા આતંકવાદી સંગઠનો ફરી તાલિબાનની સત્તા હેઠળ ફેલાઇ શકે છે. બીજી બાજુ, આ દેશોને અમેરિકાની શક્તિની નબળાઈ અને ચીનની વધતી શક્તિનો પણ ખ્યાલ છે.
ઉલ્લેખનીય છે કે આવી સ્થિતિમાં ઇયુ લોકશાહી વ્યવસ્થા સાથે જ સુમેળ રાખીને રહે તેવી શક્યતા છે. તો બીજી બાજુ આ કારણોસર અમેરિકા સાથે બ્રિટન અને યુરોપિયન યુનિયન સાથે ભારતના સંબંધો ખૂબ જ મજબૂત થવાની પણ શક્યતા નકારી શકાય નહીં. જેના કારણે 2 થી 5 સપ્ટેમ્બર દરમિયાન વિદેશમંત્રી જયશંકરની ઇયુ સાથેની મુલાકાત ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે. સ્લોવેનિયા ઉપરાંત વિદેશમંત્રી ક્રોએશિયા અને ડેનમાર્કની પણ મુલાકાત લેશે. આ ત્રણ દેશોના વિદેશ મંત્રીઓ ઉપરાંત જયશંકર અન્ય ઇયુ દેશોના વિદેશ મંત્રીઓ સાથે પણ અલગ બેઠક કરશે. એટલુ જ નહીં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની સ્થિતિ પર મધ્ય યુરોપના આ ત્રણ દેશો સાથે પણ ચર્ચા કરવામાં આવશે.