Not Set/ IPL 12 : ચેન્નઇ સુપર કિંગ્સની મુંબઇ ઈંડિયન્સ સામે હાર, ફાઈનલમાં પહોચી રોહિત સેના

ચેન્નઇ અને મુંબઇ વચ્ચે મંગળવારે IPL ટી-20 લીગનો પહેલો ક્વોલિફાયર મુકાબલો રમાયો હતો. જ્યા ચેન્નઇની ટીમે ટોસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટીંગ કરવા ઉતરેલી ચેન્નઇની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી, જેના કારણે તે 20 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને માત્ર 131 રન જ બનાવી શકી હતી. લક્ષ્યનો પીઠો કરવા ઉતરેલી મુંબઇની શરૂઆત પણ […]

Uncategorized
photo IPL 12 : ચેન્નઇ સુપર કિંગ્સની મુંબઇ ઈંડિયન્સ સામે હાર, ફાઈનલમાં પહોચી રોહિત સેના

ચેન્નઇ અને મુંબઇ વચ્ચે મંગળવારે IPL ટી-20 લીગનો પહેલો ક્વોલિફાયર મુકાબલો રમાયો હતો. જ્યા ચેન્નઇની ટીમે ટોસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટીંગ કરવા ઉતરેલી ચેન્નઇની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી, જેના કારણે તે 20 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને માત્ર 131 રન જ બનાવી શકી હતી. લક્ષ્યનો પીઠો કરવા ઉતરેલી મુંબઇની શરૂઆત પણ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 0 રન બનાવી પેવિલિયન પહોચી ગયા હતો. ટીમને લક્ષ્ય સુધી પહોચાડવામાં સૂર્યકુમાર યાદવે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને 19મી ઓવરમાં જ ટીમને જીત અપાવી હતી.

dhonijpg IPL 12 : ચેન્નઇ સુપર કિંગ્સની મુંબઇ ઈંડિયન્સ સામે હાર, ફાઈનલમાં પહોચી રોહિત સેના

મુંબઇ તરફથી સૂર્યકુમર યાદવે નોટ આઉટ 71 રન બનાવ્યા હતા. સાથે ટીમને જીત અપાવવામાં ખાસ ભૂમિકા પણ ભજવી હતી. આ પહેલા મુંબઇનો કેપ્ટન રોહિત શર્મા 0 રન બનાવી આઉટ થઇ ગયો ત્યારબાદ ક્વિંટન ડિકોક પણ સારુ પ્રદર્શન કરી શક્યો નહતો. આઉટ થયા પહેલા ડિકોકે 12 બોલમાં 8 રન બનાવ્યા હતા. માત્ર 21 રન પર બે વિકેટ ખોયા બાદ મુંબઇની ટીમને આ સંકટથી દૂર કરવા સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને મેદાનમાં પોતાના પગ જમાવી દીધા હતા. આ બંન્ને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 80 રન જોડ્યા હતા. આ સીઝનમાં સૂર્યકુમાર યાદવની આ બીજી હફ સેન્ચ્યૂરી હતી.  જો કે મુંબઇનાં રનો પર બ્રેક લાવવા તાહિરને ઓવર આપવામાં આવી તેણે 14મી ઓવરની પાંચમી બોલમાં ઈશાન કિશનને ક્લિન બોલ્ડ કર્યો હતો.

Mumbai Chennai IPL 12 : ચેન્નઇ સુપર કિંગ્સની મુંબઇ ઈંડિયન્સ સામે હાર, ફાઈનલમાં પહોચી રોહિત સેના

કિશનનાં આઉટ થયા બાદ બેટીંગ કરવા ઉતરેલા કૃણાલ પંડ્યાને પણ તાહિરે પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. તે એકપણ રન બનાવી આઉટ થઇ જતા ટીમ ફરી એકવાર સંકટમાં મુકાઇ હોય તેવુ લાગી રહ્યુ હતુ. પરંતુ સૂર્યકુમાર યાદવે અંત સુધી નોટઆઉટ રહેતા ટીમને જીત અપાવી અને ફાઈનલની ટીકીટ મુંબઇનાં નામે કરી હતી.