Not Set/ IPL 2018 : બટલરની ૯૪ રનની તૂફાની ઇનિંગ્સ સાથે RRએ લગાવી જીતની સિક્સર, મુંબઈ પ્લેઓફમાંથી લગભગ બહાર

મુંબઈ, મુંબઈના વાનખેડે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ૭ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૯ રનના ટાર્ગેટનો પીછો કરતા આ લક્ષ્યને RRની ટીમે ૧૨ બોલ બાકી રાખતા જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કર્યો હતો. જયારે આ હાર સાથે જ મુંબઈની ટીમ […]

Top Stories Sports
હ્સદ્જ્સ્જ IPL 2018 : બટલરની ૯૪ રનની તૂફાની ઇનિંગ્સ સાથે RRએ લગાવી જીતની સિક્સર, મુંબઈ પ્લેઓફમાંથી લગભગ બહાર

મુંબઈ,

મુંબઈના વાનખેડે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ૭ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૯ રનના ટાર્ગેટનો પીછો કરતા આ લક્ષ્યને RRની ટીમે ૧૨ બોલ બાકી રાખતા જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કર્યો હતો. જયારે આ હાર સાથે જ મુંબઈની ટીમ પ્લેઓફની લગભગ બહાર થઇ જઈ છે જયારે રાજસ્થાની પ્લેઓફમાં પ્રવેશવાની આશા હજી જીવંત જોવા મળી રહી છે.

રાજસ્થાનની ટીમના શાનદાર વિજયના હિરો સ્ફોટક ઓપનર બેટ્સમેન જોસ બટલર, કેપ્ટન અજીન્ક્ય રહાને, સંજુ સેમસન અને ઝડપી બોલર જોફ્રા આર્ચર રહ્યા હતા, પરંતુ વિકેટકીપર બેટ્સમેન બટલરને ૯૪ રનની તુફાની ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

જોસ બટલરે માત્ર ૫૩ બોલમાં અડધી સદી ફટકારતા ૯૪ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. બટલરે આ સિઝનમાં સતત પાંચ અડધી સદી ફટકારી છે. આ સાથે જ બટલરે સ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગના સતત પાંચ ફિફ્ટી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી છે અને RCBના કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડ્યો છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી MIની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૧૬૮ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા મુંબઈની શરૂઆત સારી રહી હતી અને ઓપનર બેટ્સમેન લુઇસ અને સૂર્યકુમાર યાદવની જોડીએ પહેલી વિકેટ માટે ૮૭ રન ફટકાર્યા હતા. લુઇસે ૪૨ બોલમાં ૪ સિક્સર અને ૪ ચોક્કા સાથે ૬૦ રન બનાવ્યા હતા જયારે સૂર્યકુમાર યાદવે ૩૮ રનનું યોગદાન આપ્યું હતું.

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે હાર્દિક પંડ્યાએ ૨૧ બોલમાં ૩૬ રન ફટકાર્યા હતા. રાજસ્થાન તરફથી ઝડપી બોલર જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે અનુક્રમે ૨ – ૨ વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૯ રનના ટાર્ગેટનો પીછો કરતા RRની ટીમે આ લક્ષ્યાંકને ૧૨ બોલ બાકી રાખતા જ વટાવ્યો હતો અને જીત પોતાના નામે કરી હતી. ૧૬૯ રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન આર્સી શોટ માત્ર ૪ રન બનાવી આઉટ થયો હતો.

બીજી બાજુ વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખતા આ મેચમાં માત્ર ૫૩ બોલમાં ૯ ચોક્કા અને ૫ સિક્સર સાથે ૯૪ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને પોતાની ટીમને વિજયના રથ પર અગ્રેસર કરી હતી. આ ઉપરાંત કેપ્ટન અજીન્ક્ય રહાનેએ ૩૭ રન ફટકાર્યા હતા જયારે સંજુ સેમસને પણ તુફાની ઇનિંગ્સ રમતા માત્ર ૧૪ બોલમાં ૨ સિક્સર અને ૨ ચોક્કા સાથે ૨૬ રન ફટકાર્યા હતા. મુંબઈની ટીમ તરફથી ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ ૨ વિકેટ ઝડપી હતી.