Not Set/ IPL 2018 : ક્રિશ લીનની તૂફાની ઇનિંગ સાથે KKRની ટીમે મેળવી શાનદાર જીત

બેંગલુરુ, બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૬ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. RCB દ્વારા આપવામાં આવેલા ૧૭૬ રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાની ટીમે ૧૯.૧ ઓવરમાં જ આ સ્કોરને વટાવ્યો હતો અને KKRની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો ચોથો વિજય હાંસલ કર્યો હતો. https://twitter.com/IPL/status/990661371653058560 https://twitter.com/IPL/status/990664686080114688 KKRની ટીમના શાનદાર વિજયના […]

Top Stories Sports
Db ABlIVwAA 1jr IPL 2018 : ક્રિશ લીનની તૂફાની ઇનિંગ સાથે KKRની ટીમે મેળવી શાનદાર જીત

બેંગલુરુ,

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૬ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. RCB દ્વારા આપવામાં આવેલા ૧૭૬ રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાની ટીમે ૧૯.૧ ઓવરમાં જ આ સ્કોરને વટાવ્યો હતો અને KKRની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો ચોથો વિજય હાંસલ કર્યો હતો.

https://twitter.com/IPL/status/990661371653058560

https://twitter.com/IPL/status/990664686080114688

KKRની ટીમના શાનદાર વિજયના હિરો સ્ફોટક ઓપનર બેટ્સમેન ક્રિશ લીન, કેરેબિયન ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન રોબિન ઉથ્થપા રહ્યા હતા. પરંતુ ક્રિશ લીનને ૬૨ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૨૦ ઓવરમાં ૪ ઓવરમાં ૧૭૫ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમની શરૂઆત સારી રહી હતી અને સ્ફોટક ઓપનર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ અને વિકેટકીપર ડી કોકની જોડીએ પ્રથમ વિકેટ માટે ૬૭ રન જોડ્યા હતા. બ્રેન્ડન મેક્કુલમે ૨૮ બોલમાં ૩૮ રન બનાવ્યા હતા જયારે ડી કોક ૨૭ રન ફટકારી પેવેલિયનમાં ભેગો થયો હતો.

https://twitter.com/IPL/status/990623217734766592

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન વિરાટ કોહલીએ KKRના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરતા શાનદાર ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ ૪૪ બોલમાં ૩ સિક્સર અને ૫ ચોક્કા સાથે ૬૮ રન બનાવ્યા હતા અને ટીમનો સ્કોર ૧૭૦ રનને પાર પહોચાડ્યો હતો. અંતિમ ઓવરોમાં મનદીપ સિંહે પણ ૧૪ બોલમાં ૧૯ રન ફટકાર્યા હતા. જયારે KKR તરફથી કેરેબિયન ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે ૩ વિકેટ ઝડપી હતી.

બેંગ્લોરની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૭૬ રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાની ટીમે ૧૯.૧ ઓવરમાં ૪ વિકેટના નુકશાને વટાવી ધમાકેદાર જીત મેળવી હતી. KKR તરફથી ઓપનર સુનિલ નરેને ૧૯ બોલમાં ૨૭ રન બનાવી સ્પિન બોલર એમ. અશ્વિનનો પ્રથમ શિકાર બન્યો હતો. જો કે ત્યારબાદ કાંગારું સ્ફોટક ખેલાડી ક્રિશ લીને ૫૨ બોલમાં અણનમ ૬૨ રનની મેચ વિનિંગ રમી હતી.

https://twitter.com/IPL/status/990651681942589440

આ ઉપરાંત મિડલ ઓર્ડર બેટ્સમેન રોબિન ઉથ્થપાએ ૨૧ બોલમાં ૩૬ રન બનાવ્યા હતા જયારે મેચની કેપ્ટન અંતિમ ઓવરોમાં દિનેશ કાર્તિકે માત્ર ૧૦ બોલમાં ૨૩ રન બનાવ્યા હતા. જયારે RCB તરફથી સ્પિન બોલર એમ અશ્વિન અને મોહમ્મદ સિરાજે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.