આઈપીએલ 2020 ની ત્રીજી મેચમાં વિરાટ કોહલીની બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હરાવીને જીતથી શરૂઆત કરી હતી. પહેલા બેટિંગ પર ઉતરેલી બેંગલોરની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા.
એબી ડી વિલિયર્સે મેચમાં પોતાની ધમાકેદાર બેટિંગથી 30 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 153 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી બેયરસ્ટોએ 43 બોલમાં 61 રન ફટકાર્યા હતા, જેનાથી ટીમની આશા જીવંત રહી હતી, પરંતુ તેના આઉટ થયા બાદ વિકેટ સતત પડવા લાગી હતી. મેચનો ટર્નિંગ પોઇન્ટ યુઝવેન્દ્ર ચહલ બન્યો હતો, જેણે ઇનિંગની 16 મી ઓવરમાં બેયરસ્તો અને વિજય શંકરને આઉટ કરીને હૈદરાબાદની આશાઓને મોટો ઝટકો આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.