ક્રિકેટ/ IPL મુલતવી રાખ્યા પછી શું વિદેશી ખેલાડીઓ સ્વદેશ પરત જઈ શકશે કે પછી ભારતમાં અટવાશે ?

ભારતમાં ખેલાડીઓ ખાનગી કરાર દ્વારા રમવા માટે ગયા છે. ટીમ સાથે પ્રવાસ પર નથી, આથી તેમને પોતાની સ્વદેશ પાછા ફરવાની વ્યવસ્થા જાતે જ કરે.

Trending Sports
shab 12 IPL મુલતવી રાખ્યા પછી શું વિદેશી ખેલાડીઓ સ્વદેશ પરત જઈ શકશે કે પછી ભારતમાં અટવાશે ?

ભારતમાં ખેલાડીઓ ખાનગી કરાર દ્વારા રમવા માટે ગયા છે. ટીમ સાથે પ્રવાસ પર નથી, આથી તેમને પોતાની સ્વદેશ પાછા ફરવાની વ્યવસ્થા જાતે જ કરે.

મંગળવારે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સંમતિ થઈ કે ટૂર્નામેન્ટને હવે આગળ નહિ વધારવામાં આવે. ટૂર્નામેન્ટ મુલતવી રાખ્યા બાદ હવે બીસીસીઆઈ સમક્ષ સૌથી મોટો પડકાર વિદેશી ખેલાડીઓને પરત મોપ્ક્લ્વાનો છે.

નવી દિલ્હી ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ હાલમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. મંગળવારે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સંમતિ થઈ કે ટૂર્નામેન્ટ હવે આગળ નહીં રમાડવામાં આવે. ટૂર્નામેન્ટ મુલતવી રાખ્યા બાદ હવે બીસીસીઆઈ સમક્ષ સૌથી મોટો પડકાર વિદેશી ખેલાડીઓને પરત મોકલવાનો છે.

આઇપીએલની વર્તમાન સીઝન દરમિયાન, ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ટૂર્નામેન્ટ છોડવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ તેમના ઘરે જતા અનેક વાતો સામે આવી હતી. એડમ જમ્પા, કેન રિચાર્ડસન અને એન્ડ્ર્યુ ટાઇને પાછા જવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ પહેલ કરવી  પડી હતી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતમાં ખેલાડીઓ ખાનગી કરાર દ્વારા રમવા માટે ગયા છે. ટીમ સાથે પ્રવાસ પર નથી, આથી તેમને પોતાની સ્વદેશ પાછા ફરવાની વ્યવસ્થા જાતે જ કરે.

ઓસ્ટ્રેલિયા માટે ભારતની તમામ ફ્લાઇટ્સ હાલમાં રદ કરવામાં આવી છે. હવે જો કોઈ ખાનગી રીતે ઓસ્ટ્રેલિયા જવું ઇચ્છે છે, તો તેના માટે કયા વિકલ્પો બાકી છે. હાલમાં, ઓસ્ટ્રેલિયન સરકારે 15 મે સુધી ભારત ની તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ અંગે કોઈ છૂટ માંગશે નહીં. મતલબ કે ટુર્નામેન્ટ સાથે સંકળાયેલા ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને કમેન્ટરી પેનલના દિગ્ગજ ખેલાડીઓએ 15 મે સુધી ભારતમાં રહેવું પડશે.