ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની મેગા ઓક્શનના પહેલા દિવસે કંઈક આવું થયું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. શ્રીલંકાના ક્રિકેટર વનિન્દુ હસરંગાની હરાજી ચાલી રહી હતી અને તે દરમિયાન હરાજી કરનાર હ્યુજ એડમ્સ બેભાન થઈને પડી ગયા હતા. એડમ્સની આ હાલત જોઈને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
શાહરૂખ ખાન IPL ફ્રેન્ચાઇઝી ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનો સહ-માલિક છે, આ હરાજીમાં તેના બંને બાળકો આર્યન ખાન અને સુહાના ખાને ભાગ લીધો હતો. આર્યન અને સુહાના હ્યુજ એડમ્સ બેભાન થઈ જતાં હદદા ગભરાયેલા જોવા મળ્યા હતા. સુહાનાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને કેટલાક ફેન્સે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે.
IPL ઓક્શનના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે આ રીતે હરાજી અટકાવવી પડી હોય. ત્યારપછી IPL એ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે હ્યુજ એડમ્સ પોસ્ચરલ હાઈપોટેન્શનને કારણે બેહોશ થઈ ગયા હતા અને ચારુ શર્માએ તેમના પછી હરાજીની જવાબદારી સંભાળી હતી.
Life Management /રાજાએ સાધુને રાજપાટ સોંપ્યું, બાદમાં સાધુએ તે રાજાને નોકર બનાવ્યો… પછી શું થયું?…
Vastu Tips /ભૂલથી પણ આ વસ્તુઓને જમીન પર ન રાખો, દેવી-દેવતાઓનું થાય છે અપમાન…