IPL 2022 માટે આજે એટલે કે શનિવારે બેંગ્લોરમાં હરાજી ચાલી રહી છે. તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાની રણનીતિ અનુસાર ખેલાડીઓને પોતાની ટીમમાં ઉમેરવાનું શરૂ કરી દીધું છે. હરાજી દરમિયાન બોલી લગાવનારાઓમાં ત્રણ છોકરીઓ સામેલ છે જેઓ તેમની ફ્રેન્ચાઈઝી વતી ખેલાડીઓ માટે નિર્ણય લઈ રહી છે. આ ત્રણ યુવતીઓની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ ત્રણ કોણ છે જેઓ હરાજીમાં હેડલાઇન્સ બનાવી રહ્યા છે.
કાવ્યા મારન
IPLની હરાજી દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદના ટેબલ પર બેઠેલી યુવતી દરેકના આકર્ષણનું કેન્દ્ર બની છે. હરાજીમાં હૈદરાબાદ માટે બોલી લગાવનાર સુંદર છોકરીનું નામ કાવ્યા મારન છે. કાવ્યા સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ દરમિયાન તે પોતાની ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે.
આર્યન ખાન અને સુહાના ખાન
બોલિવૂડ એક્ટર અને કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને તેના ભાઈ આર્યન ખાન ખેલાડીઓ માટે બોલી લગાવી રહ્યા હતા. 21 વર્ષીય સુહાના પહેલીવાર હરાજીમાં પહોંચી છે, જ્યારે તેનો ભાઈ આર્યન ભૂતકાળમાં પણ હરાજીમાં જતો હતો. સુહાના પ્રી-ઓક્શનમાં પણ જોવા મળી
જ્હાન્વી મહેતા
બોલિવૂડ એક્ટ્રેસ અને કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓનર જૂહી ચાવલાની પુત્રી જ્હાનવી મહેતા ચાર વર્ષ બાદ ફરી એકવાર હરાજીમાં આવી છે. અગાઉ જ્યારે તે અહીં પહોંચી ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી. જ્હાન્વી સુહાના સાથે KKR વતી ખેલાડીઓની પસંદગી કરી રહી છે.
IPL 2022 Auction / IPL ઓક્શનમાં પહેલીવાર જોવા મળી શાહરૂખ ખાનની દીકરી સુહાના, દીકરો આર્યન પણ દેખાયો
IPL 2022 Auction / આ કારણે IPL ઓક્શનમાં સામેલ નહીં થાય પ્રીતિ ઝિંટા, કારણ આપ્યું તો એક યુઝરે પૂછ્યો વિચિત્ર સવાલ
Hijab Controversy / હિજાબ વિવાદમાં બોલિવૂડની એન્ટ્રી, કંગના રનૌતના નિવેદન પર શબાના આઝમીની પ્રતિક્રિયા, સોનમ કપૂરે પૂછ્યો સવાલ