- પાકિસ્તાનમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક
- ઈરાને ફરી એકવાર પાકિસ્તાન પર કર્યો હુમલો
- ઈરાને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને કર્યો હુમલો
- ઈરાનનું જૈશ અલ-અદલ આતંકવાદી પર નિશાન
- જૈશ અલ-અદલના કમાન્ડરને ઠાર કર્યા
- જાન્યુઆરીમાં પણ પાકિસ્તાન પર કર્યો હતો હુમલો
ઈરાને ફરી એકવાર પાકિસ્તાનમાં ઘૂસીને મોટી કાર્યવાહી કરી છે.ઈરાનની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે લશ્કરી દળોએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના વરિષ્ઠ કમાન્ડર ઈસ્માઈલ શાહબખ્શ અને તેના કેટલાક સહયોગીઓને મારી નાખ્યા છે. ઈરાને આ હુમલો ત્યારે કર્યો છે જ્યારે એક મહિના પહેલા જ બંને દેશોએ એકબીજા પર મિસાઈલ છોડી હતી.ત્યારપછી ઈરાની સેનાએ પાકિસ્તાનમાં આતંકી સંગઠનના ઠેકાણાઓ પર સીધો હુમલો કર્યો હતો. અને જવાબમાં પાકિસ્તાને પણ ઈરાનમાં રોકેટ હુમલા કર્યા હતા, પરંતુ તેમાં પાકિસ્તાનના બલૂચિસ્તાનના લોકો માર્યા ગયા હતા.
ઈરાની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન એરફોર્સે 24 કલાકની અંદર ઈરાન પર એર સ્ટ્રાઈક કરી હતી.પાકિસ્તાને ઈરાનમાં હાથ ધરેલા ઓપરેશનને ‘માર્ગ બાર સરમાચર’ નામ આપ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઓપરેશનના ભાગરૂપે ઈરાનમાં બલૂચ લિબરેશન આર્મીના 7 ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.આ દરમિયાન ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા.ત્યારે ઈરાનની સરહદમાં 48 કિલોમીટર અંદર ઘૂસીને હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, અને પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે હુમલા માટે કિલર ડ્રોન, રોકેટ, દારૂગોળો અને અન્ય ઘણા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તો પાકિસ્તાન અને ઈરાને એકબીજા પર હુમલો કરતા રહ્યાં છે.ગયા મહિને જ, પાકિસ્તાન અને ઈરાને એકબીજાના પ્રદેશોમાં ‘આતંકવાદી ઠેકાણાઓ’ પર હુમલો કર્યો હતો.થોડા અઠવાડિયા પછી, પાકિસ્તાન અને ઈરાન પરસ્પર સુરક્ષા સહયોગને વિસ્તૃત કરવા સંમત થયા હતા.અને આ કરારની જાહેરાત પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની અને તેમના ઈરાની સમકક્ષ હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાને પાકિસ્તાન વિદેશ કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી.જિલાનીએ કહ્યું હતું કે ઈરાન અને પાકિસ્તાન બંને ખૂબ જ ઝડપથી ગેરસમજ દૂર કરી શકે છે. પરંતું હવે આ હુમલા દર્શાવે છે કે બંને વચ્ચે કોઈ સહમતિ બની નથી. ત્યારે બંને દેશોમાં તણાવ વધી રહ્યો છે.અગાઉ 16 જાન્યુઆરીની મોડી રાત્રે જૈશ અલ-અદલ પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.અને આ હુમલો પાકિસ્તાનની સરહદ પર મિસાઈલ અને ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે હુમલામાં બે બાળકોના મોત થયા છે, અને નારાજગી વ્યક્ત કરતા પાકિસ્તાને 17 જાન્યુઆરીએ પોતાના રાજદૂતને પણ પરત બોલાવ્યા હતા. બાદમાં પાકિસ્તાને 18 જાન્યુઆરીએ હુમલો કર્યો હતો.પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ પર હુમલો કર્યો હતો.ત્યારે સવાલ થાય કે ઈરાને પાકિસ્તાન પર શા માટે હુમલો કર્યો? તો આપને જણાવી દઈએ કે ઈરાન શિયા બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે પાકિસ્તાનમાં લગભગ 95% લોકો સુન્ની છે. પાકિસ્તાનના સુન્ની સંગઠનો ઈરાનનો વિરોધ કરી રહ્યા છે. આ સિવાય બલૂચિસ્તાનનું જૈશ-અલ-અદલ આતંકવાદી સંગઠન ઈરાનની સરહદમાં ઘૂસીને ત્યાંની સેના પર અનેકવાર હુમલા કરી રહ્યું છે. ઈરાનની સેનાને રિવોલ્યુશનરી ગાર્ડ કહેવામાં આવે છે.
ઈરાન સરકાર આતંકવાદી સંગઠનોને અંકુશમાં લેવા પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી આપી ચૂકી છે. 2015માં પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધો ખરાબ થઈ ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાનથી ઈરાની વિસ્તારમાં ઘૂસેલા સુન્ની આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઈરાનના આઠ સૈનિકો માર્યા ગયા હતા. આ આતંકીઓ પણ જૈશ અલ અદાલના હતા.ત્યારે ઈરાન સરકારે કહ્યું હતું કે- અમારી સરહદ પર તહેનાત સૈનિકોની પાકિસ્તાનથી ઘૂસેલા આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. અમારા આઠ જવાનો શહીદ થયા. અમે ચોક્કસપણે આ મામલે જવાબી કાર્યવાહી કરીશું.
ત્યારે હવે ઈરાને ફરી એકવાર પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો છે… અને આ હુમલા બાદ ફરી એકવાર જૈશ અલ અદાલનું નામ ચર્ચામાં આવ્યું છે.અને ઈરાનની સેનાએ સર્જિકલ સ્ટ્રાઈકમાં જૈશ-અલ-અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહબક્ષ અને તેના ઘણા સહયોગીઓને મારી નાખ્યા છે.ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે આ જૈશ અલ-અદલ કોણ છે, જેના આતંકીઓ પર ફરી એકવાર ઈરાને હુમલો કર્યો છે.તો આપને જણાવી દઈએ કે જૈશ અલ-અદલ એક સુન્ની સંગઠન છે જે મુખ્યત્વે પાકિસ્તાનની સરહદે દક્ષિણ-પૂર્વ ઈરાનમાં સક્રિય છે.જૈશ અલ-અદલ એટલે ન્યાયની સેના. તે 2012 માં બનાવવામાં આવ્યું હતું. અને 2013 માં તેણે એક હુમલાની જવાબદારી સ્વીકારી હતી જેમાં 14 ઈરાની રક્ષકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ જૈશ અલ-અદલ ચર્ચામાં આવ્યો હતો. ત્યારે અહેવાલો અનુસાર, આતંકવાદી જૂથે ત્યારબાદ કહ્યું હતું કે આ હુમલો સીરિયામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ગુનાઓ અને સુન્નીઓ પર ઈરાનના જુલમનો જવાબ હતો.
તો જૈશ અલ-અદલ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતની સ્વતંત્રતા અને ઈરાનમાં બલૂચ લોકોના અધિકારો માટે લડવાનો દાવો કરે છે, અને અહેવાલો અનુસાર, જૈશ અલ-અદલની સ્થાપના જુંદલ્લાહના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. તે એક સુન્ની આતંકવાદી જૂથ હતું, જેના નેતા અબ્દોલમલેક રિગીને ઈરાન દ્વારા 2010 માં પકડી લેવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. તેની રચના પછી, જૈશ અલ-અદલે સિસ્તાન અને બલુચિસ્તાનના વિસ્તારોમાં ઈરાનના સરહદ રક્ષકોને નિશાન બનાવ્યા છે. ગયા વર્ષે, આ જૂથે પોલીસ સ્ટેશન પર હુમલાની જવાબદારી લીધી હતી. જેમાં ચાર હુમલાખોરો અને બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. તો 15 ડિસેમ્બરે જૈશ અલ-અદાલે અન્ય એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, જેમાં 11 પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. તો જૈશ અલ-અદલના હુમલા મોટાભાગે ઈરાનના એવા સ્થળોએ થાય છે જે પાકિસ્તાનની સરહદે છે. તેઓએ પાકિસ્તાનમાં પોતાનો અડ્ડો સ્થાપ્યો છે, અને હુમલા બાદ આતંકીઓ ભાગી જાય છે, જે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે ખટાશનું મુખ્ય કારણ છે. જૈશ અલ-અદલ લડવૈયાઓ સરહદી ચોકીઓ અને લશ્કરી કાફલાને નિશાન બનાવવા માટે પણ જાણીતા છે.
અત્રે ઉલ્લેખની છે કે ઘણા પ્રયાસો બાદ આખરે પાકિસ્તાન સરકારે ઈરાનથી ગેસ આયાત કરવા માટે પાઈપલાઈન બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. ગેસ પાઈપલાઈનને લઈને પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સમજૂતી થઈ હતી. ઈરાને તેની બાજુમાં ગેસ પાઈપલાઈનનું બાંધકામ પૂર્ણ કરી લીધું છે અને હવે પાકિસ્તાને તેનું વચન પૂરું કરવાનું છે.અગાઉ, ઈરાને ધમકી આપી હતી કે જો પાકિસ્તાન પાઈપલાઈનનું કામ શરૂ નહીં કરે તો તે 18 બિલિયન ડોલરનો દંડ વસૂલશે. ત્યારે પાકિસ્તાને આ પાઈપલાઈનનું નિર્માણ શરૂ કરી દીધું છે પરંતુ હવે તેને અમેરિકાના રોષનો સામનો કરવો પડી શકે છે. તો ગ્વાદરમાં અબજો ડોલરનું રોકાણ કરી રહેલા ચીનને આ પ્રોજેક્ટથી ઘણો ફાયદો થઈ શકે છે.
પાકિસ્તાને લાંબા સમયથી રાહ જોવાતી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને બે તબક્કામાં આગળ વધારવાનો નિર્ણય જાહેર કરાયો છે. ત્યારે પ્રારંભિક તબક્કામાં ગ્વાદરથી 81 કિલોમીટર લાંબી પાઈપલાઈનનું નિર્માણ સામેલ હશે, જે ગેસ ફિલ્ડમાંથી ઈરાન દ્વારા નાખવામાં આવેલી હાલની પાઈપલાઈન સાથે જોડાશે. પાકિસ્તાનની સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટી કાઉન્સિલે આ યોજના માટે મંજૂરી આપી છે, જે 781 કિલોમીટર લાંબી અને આખરે નવાબશાહ સાથે જોડતી મોટી પાઇપલાઇનનો ભાગ છે. પેટ્રોલિયમ વિભાગ ટૂંક સમયમાં 81 કિલોમીટર લાંબી પાઇપલાઇન માટે પાકિસ્તાનની ફેડરલ કેબિનેટ પાસેથી વહીવટી મંજૂરી માંગશે. આ માટે નાણા મંત્રાલય દ્વારા બોર્ડ ઓફ ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસમાંથી ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે.81 કિલોમીટર લાંબી આ પાઈપલાઈનનો હેતુ ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ હેઠળ ગ્વાદર સુધી ગેસ પહોંચાડવાનો છે.પરંતું હવે ઈરાનના હુમલા બાદ ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવ વધવાની પૂરી શક્યતાઓ છે.
આ પણ વાંચો: kisan andolan/ખેડૂત આંદોલનમાં Break, ખેડૂત સંગઠનના નેતાએ આંદોલન 29 ફેબ્રઆરી સુધી સ્થગિત રાખવા પર આપ્યું આ કારણ
આ પણ વાંચો: Asam/અસમ સરકારનો UCC મામલે મહત્વનો નિર્ણય, બહુપત્નીત્વ અને બાળ લગ્નોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે
આ પણ વાંચો: