New Delhi News : 7મી મે એટલે કે મંગળવારે સવારે 10 વાગે આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે પટનામાં પત્રકારોના સવાલ પર કહ્યું કે મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવી જોઈએ. જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આરક્ષણ ધાર્મિક આધાર પર નહીં પણ સામાજિક ધોરણે હોવું જોઈએ, પરંતુ બપોર સુધીમાં ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
મધ્યપ્રદેશના ધારમાં બપોરે એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું, ‘કોંગ્રેસ મૌન છે, પરંતુ આજે તેના એક સહયોગીએ ઈન્ડીયા ગઠબંધનના ઇરાદાની પુષ્ટિ કરી છે. ઘાસચારા કૌભાંડના કેસમાં જેલમાં છે અને કોર્ટેમાંથી સજા ભોગવી ચૂકેલા છે. તેમના નેતાઓ હાલ જ જામીન પર બહાર આવ્યા છે. તેમનું કહેવું છે કે મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવી જોઈએ. આનો મતલબ શું થયો? આ લોકો અસસી, એસટી અને ઓબીસી સમુદાયને આપવામાં આવેલ તમામ અનામત છીનવી લઈને મુસ્લિમોને સંપૂર્ણ અનામત આપવા માંગે છે.
અગાઉ પણ મોદી કોગ્રેસ પર આરોપ લગાવી ચુક્યા છે કે સત્તામાં આવશે તો મુસ્લિમોને અનામત આપશે. મોદીએ મહારાષટ્રમાં કહ્યું હતું કે કર્ણાટકમાં સરકાર બન્યા બાદ કોગ્રેસે એક ફતવો બહાર પાડ્યો હતો અને રાતોરાત તમામ મુસમાનોને ઓબીસી ઘોષિત કરી દીધા. કોંગ્રેસે ઓબીસીના 27 ટકા અનામત પર હુમલો કર્યો છે અને હવે તેમનો એજન્ડા સમગ્ર દેશમાં એક જ ફોર્મ્યુલા લાગુ કરવાનો છે. તે પહેલા રાજસ્થાનની એક રેલીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોગ્રેસે આંધ્રપ્રદેશમાં મુસલમાનોને 5 ટકા ક્વોટા આપ્યો, આ એક પાયલટ પ્રોજેક્ટ હતો, જેને તે આખા દેશમાં લાગુ કરવા માંગે છે.
શું કોગ્રેસે મુસ્લિમોને અનામત આપવાની વાત કરી છે, ભારતમાં મુસ્લિમોને ક્યાં અને કેવી રીતે અનામત મળે છે. શું ધાર્મિક આધારે અનામત આપવી સંવિધાનની વિર6ધ્ધ છે. જેવા પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન- કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં મુસલમાનોને અનામત આપવાની વાત કરી છે ?
જવાબ- કોંગ્રેસે તેના ઘોષમાપત્રમાં મુસલમાનોને અનામત આપવા બાબતે કોઈ વાત કરી નથી.
મેનિફેસ્ટોમાં ઈર્વિટી સિર્ષક વાળા એક ભાગ મુજબ લખ્યું છે કે એસસી, એસસી, એસટી અને ઓબીસી માટે અનામત પર 50 ટકાની સીમા વધારવા માટે એક સંવૈધાનિક સંશોધન પસાર કરશે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં લખ્યું છે કે કોઈ જાતિ વિના કે સમુદાયના આધારે ભેદભાવના નોકરી અને શૈક્ષણિક સંસ્થાનોમાં 10 ટકા અનામત લાગુ કરવામાં આવશે. એસસી, એસટી અને ઓબીસી માટે ખાનગી શૈક્ષણિક સંસ્થાનોમાં અનામત આપવા માટે આર્ટિકલ 15 (5) ના સંદર્ભમાં એક કાનૂન બનાવશે.મુસ્લિમોને અનામત આપવી સંવિધાનની વિરૂધ્ધ છે ? તેનો જવાબ એ છે કે સંવિધાન અને સુપ્રીમ કોર્ટના કેટલાક ફેંસલામાં મુસલમાનો માટે અનામતને લઈને આ વાત કરવામાં આવી છે.
મુળ સંવિધાનના આર્ટિકલ 296 (વર્તમાન સંવિધાનના આર્ટિકલ 335)થી અલ્પસંખ્યક શબ્દ હટાવી દેવાયો, પરંતુ તેમાં આર્ટિકલ 16 (4) સામેલ કરી દેવાયો હતો. જે મુજબ સરકાર કોઈ પણ પછાત વર્ગ જેની રાજ્યની સેવાઓમાં પર્યાપ્ત હિસ્સેદારી નથી તેના માટે અનામતનું પ્રાવધાન કરી શકે છે.પહેલા સંવૈધાનિક સંશોધન મુજબ સામેલ કરાયેલા આર્ટિકલ 15(4) મુજ રાજ્યને (સરકાર) સામાજિક અને શૈક્ષણિક રૂપે પછાત વર્ગની ઉન્નતિ માટે અથવા એસસી અને એસટી માટે કોઈ વિશે, પ્રાવધાન કરવાનો અધિકાર છે.
જોકે સંવિધાનનો આર્ટિકલ 15 સરકારને જાતિ, ધર્મ, લિંગ, જન્મ અને સ્થાન જેવા આધારે લોકો વચ્ચે કોઈ ભેદબાવ કરતા અટકાવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના 1975 ના રેકળ સરકાર વિરૂધ્ધ એન એમ થોમસ મામલામાં આવેલા ફેંસલા અનુસાર અનામત, સમાનતા અને ગેર ભેદભાવથી જોડાયેલા આર્ટિકલ 15(1) અને 16 (1) માટે અપવાદ નથી. જસ્ટીસ ઓ ચિનપ્પા રેડ્ડીની અધ્યક્ષતા વાળા ત્રીજા પછાત વર્ગ આયોગે પોતાના રિપોર્ટમાં મુસલમાનોને શૈક્ષણિક અને સામાજીક રૂપે પછાતના વર્ગીકૃત કર્યા હતા. આયોગે એ પણ નિષ્કર્ષ આપ્યો હતો કે મુસ્લિમોની આર્થિક સ્થિતી કેટલાય શૈક્ષિક માપદંડોમાં એસસીની આસપાસ છે. આ.ગે આર્ટિકલ 15 (4) અંતર્ગત મુસ્લિમો માટે વિશેષ શૈક્ષણિક અનામતની ભલામણ કરી હતી. 2006ના વર્ષમાં જસ્ટીસ સચ્ચર કમિટીના રિપોર્ટે પણ આ નિષ્કર્ષ આપ્યો હતો.
ઓબીસી સમુદાયના શૈક્ષણિક અને આર્થિક પછાતપણાનો અભ્યાસ કરવા માટે 1.1.1979એ મંડલ આયોગ બનાવાયું હતું. 1980 માં આ આયોગે પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. તેણે ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ કરી હતી. પરંતુ ઈન્જીરા ગાંદી અને રાજીવ ગાંધીની સરકારોએ તેની પર કોઈ કાર્યવાહી કરી ન હતી.
જોકે 1989માં તત્કાલિન વડાપ્રધાન વીપી સિંહે મંડલ આયોગની ભલામણોને લાગુ કરી દીધી. 3,743 જાતિઓને મેળવીને તેને ઓભીસીમાં 27 ટકા અનામત આપવામાં આવી. તે જ મંડલ આયોગે મુસ્લિમ સમુદાયની કેટલીક જાતિઓને પણ ઓબીસીમાં સામેલ કરી. ત્યારબાદ કેટલીય મુસ્લિમ જાતિઓને કેન્દ્ર અને રાજ્ય સ્તરે અન્ય પછાત વર્ગ (ઓબીસી) હંઠળ અનામત મળે છે.
કેન્દ્રીય પછાત નર્ગ સુચિમાં કેટલીક મુસ્લિમ જાતિઓને અનામત મળે છે જ્યાં મંડળ આયોગ લાગુ ચે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન. તામિલનાડુના મુસ્લિમ સમુદાયની કેટલીક જાતિઓ, ઉત્તરપ્રદેશની તેલી અને કાયસ્થ મુસલમાનો, બિહાર, કેરળ અને આસામના મુસલમાનોને ઓબીસી હેઠળ અનામત આપવામાં આવે છે. કેરળમાં 30 ચકા ઓબીલી ક્વોટા છે. જેમાં સિક્ષણમાં 8 ટકા અને નોકરીમાં 10 ટકા સીટો મુસ્લિમ સમુદાય માટે અનામત છે. આંદ્રપ્રદેશમાં મુસલમાનોને 5 ટકા અનામત આપવામાં આવી છે. જોકે આ અનામત રદ્દ કરી નાંખવામાં આવી હતી કારણકે અનામત પછાત વર્ગ આયોગ સાથે વિચાર વિમર્શ કર્યા વીના આપવામાં આવી હતી.કર્ણાટકમાં બીજેપીની સહયોગી પાર્ટી જનતા દળ (સેક્યુલર)એ સૌથા પહેલા એબીસીમાં સબ-ક્વોટા બનાવીને મુસ્લિમોને અનામત આપી હતી. તેના માટે ચિનપ્પા રેડ્ડી આયોગે ઓબીસીમાં શ્રેણી 2 બનાવીને અનામતની ભલામણ કરી હતી.
દેશમાં આર્થિક, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને સામાજીક અન્યાયથી બચાવવા અને સમાન અવસર આપવાના ઈરાદાથી અનામતની વ્યવસ્થા લાગુ કરાઈ હતી.
આ પણ વાંચો:તણાવ વચ્ચે મુઈઝુના મંત્રી ખાસ એજન્ડા સાથે ભારત પહોંચ્યા, જયશંકર સાથે કરી મુલાકાત
આ પણ વાંચો:Dushyant Chautala કોંગ્રેસ સાથે તેમનું ભવિષ્ય કેમ જુએ છે?
આ પણ વાંચો: NCRના ગેસ્ટ હાઉસમાં અચાનક પાડવામાં આવ્યા દરોડા,છોકરા-છોકરીઓની કરાઈ ધરપકડ
આ પણ વાંચો:વસ્તીના અહેવાલને લઈને રાજકીય હંગામો થતા ભાજપ અને કોગ્રેસની પ્રતિક્રિયા