Not Set/ સુરત બસ સ્ટેન્ડ પાસેથી ૧.૫૫ લાખની કિમતના ૧૫.૫૮૦ ગ્રામ ડ્રગ્સના જત્થા સાથે ઈસમ ઝડપાયો

સુરતમાં મહિધરપુરા પોલીસે બાતમીના આધારે સુરત બસ સ્ટેન્ડ પાસેથી ૧.૫૫ લાખની કિમતના ૧૫.૫૮૦ ગ્રામ ડ્રગ્સના જત્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી આ ડ્રગ્સ મુંબઈ

Gujarat Surat Trending
surat drugs 1 સુરત બસ સ્ટેન્ડ પાસેથી ૧.૫૫ લાખની કિમતના ૧૫.૫૮૦ ગ્રામ ડ્રગ્સના જત્થા સાથે ઈસમ ઝડપાયો

સંજય મહંત, સુરત @મંતવ્યન્યુઝ

સુરતમાં મહિધરપુરા પોલીસે બાતમીના આધારે સુરત બસ સ્ટેન્ડ પાસેથી ૧.૫૫ લાખની કિમતના ૧૫.૫૮૦ ગ્રામ ડ્રગ્સના જત્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી આ ડ્રગ્સ મુંબઈ સ્થિત એક રીક્ષા ચલાવતા ઇસમ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

surat drugs 2 સુરત બસ સ્ટેન્ડ પાસેથી ૧.૫૫ લાખની કિમતના ૧૫.૫૮૦ ગ્રામ ડ્રગ્સના જત્થા સાથે ઈસમ ઝડપાયો

સુરતમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થ ઘુસાડવાના રેકેટનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે અને આવા આરોપીઓને પકડવામાં સુરત પોલીસને સફળતા મળી રહી છે. સુરતમાં મહિધરપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ડ્રગ્સના જત્થા સાથે એક ઇસમ સુરત બસ સ્ટેન્ડ પાસે આવવાનો છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, અને ભાઠેના રજાનગર પાસે રહેતા આમીનખાન સહીરખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અંગઝડતી લેતા તેની પાસેથી ૧.૫૫ લાખની કિમતનું ૧૫.૫૮૦ ગ્રામ મેથએમફેટામેન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે ડ્રગ્સ સહિતનો મુદામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.

mahidhar pura police સુરત બસ સ્ટેન્ડ પાસેથી ૧.૫૫ લાખની કિમતના ૧૫.૫૮૦ ગ્રામ ડ્રગ્સના જત્થા સાથે ઈસમ ઝડપાયો

આરોપી બોરીવલી સ્થિત રીક્ષા ચાલક પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો

પોલીસની પૂછપરછ આરોપી આ ડ્રગ્સ મુંબઈ સ્થિત બોરીવલી ખાતે રીક્ષા ચલાવતા એક ઇસમ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ઉપરાંત મહિધરપુરા પોલીસે એક મોબાઈલ, પાન કાર્ડ, તેમજ ૪૦૦ રૂપિયા રોકડા મળી કુલ ૧.૬૩ લાખની મત્તા કબજે કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

sago str 9 સુરત બસ સ્ટેન્ડ પાસેથી ૧.૫૫ લાખની કિમતના ૧૫.૫૮૦ ગ્રામ ડ્રગ્સના જત્થા સાથે ઈસમ ઝડપાયો