મુંબઈના લોકો માટે સારા સમાચાર છે. મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરનારાઓને ટિકિટ માટે વધુ રાહ જોવી પડશે નહીં. મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડ (MMOPL), જે હવે મુંબઈમાં વર્સોવા-અંધેરી-ઘાટકોપર રૂટ પર મેટ્રો સેવાનું સંચાલન કરે છે, તેણે ગુરુવારે ‘વોટ્સએપ પર ઈ-ટિકિટિંગ’ સુવિધા શરૂ કરી. MMOPL એ એક રિલીઝમાં દાવો કર્યો છે કે મુંબઈ મેટ્રો વન મેસેજિંગ એપ WhatsApp પર ઈ-ટિકિટ ઓફર કરતી વિશ્વની પ્રથમ MRTS છે.
ઉપરાંત, મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડે કહ્યું કે આ હાલમાં ટિકિટ કાઉન્ટર દ્વારા ઉપલબ્ધ ‘પેપર QR ટિકિટ’નું વિસ્તરણ છે.
9670008889 નંબર પર ‘Hi’ લખીને મેસેજ મોકલવાનો રહેશે
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે મુસાફરોએ 9670008889 નંબર પર ‘Hi’ લખીને મેસેજ મોકલવાનો રહેશે. 2014 થી ચાલી રહેલી આ મેટ્રો સેવા, વર્સોવા-અંધેરી-ઘાટકોપર એ મુંબઈનો પ્રથમ મેટ્રો રૂટ છે. મુંબઈ મેટ્રો વનમાં દરરોજ 2,60,000 લોકો મુસાફરી કરે છે. આ સાથે, મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડે એવો પણ દાવો કર્યો હતો કે તેણે બેંક કોમ્બો કાર્ડ્સ, મોબાઈલ QR ટિકિટ અને લોયલ્ટી પ્રોગ્રામ જેવા ઘણા તકનીકી માધ્યમો અપનાવ્યા છે.
આ સાથે મુંબઈની જાહેર પરિવહન સેવાને વધુ બહેતર બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોને અગવડ ન પડે. અગાઉ, મુંબઈની જાહેર પરિવહન સેવાએ ઈંધણ પર ચાલતી તેની જૂની બસોને તબક્કાવાર દૂર કરવાના પ્રયાસમાં તેના પરિવહન કાફલામાં સામેલ કરવા માટે 1,900 ઈલેક્ટ્રિક બસો ખરીદવાનો આદેશ આપ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો અને ઈંધણ પર ચાલતી જૂની બસોમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો:અંબાજીમા ભરાશે ચૈત્રી પુનમનો મેળો…બે વર્ષ બાદ અંબાજીના માર્ગો ‘જય અંબે’ના જયઘોષથી ગુંજ્યા