ITના દરોડા/ ITના દરોડાની કાયર્વાહી, રાધે ગૃપના કરોડોના દસ્તાવેજ કરાયા જપ્ત

મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા જૂથ સામે IT વિભાગની તપાસ હજુ ચાલુ છે.

Top Stories Gujarat Others Breaking News
Purple white business profile presentation 2024 12 01T111312.935 ITના દરોડાની કાયર્વાહી, રાધે ગૃપના કરોડોના દસ્તાવેજ કરાયા જપ્ત

Morbi News: ITના દરોડાની કાયર્વાહી હજુ પણ ચાલી રહી છે. રાધે ગ્રુપ સામે આવકવેરા વિભાગના દરોડા હજુ પણ ચાલુ છે. દરોડા દરમિયાન કરોડોના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ, મહેસાણા, રાધનપુરમાં તપાસ ચાલી રહી છે. ત્યાં અન્ય સિરામિક જૂથ સામે પણ તપાસ ચાલી રહી છે.

મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા જૂથ સામે IT વિભાગની તપાસ હજુ ચાલુ છે. અમદાવાદ, મહેસાણા, રાધનપુરમાં સતત બીજા દિવસે ITની તપાસ ચાલી રહી છે. IT વિભાગે 10થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરી છે. IT વિભાગે રાધે ગ્રુપ અને સિરામિક ટાઈલ્સ ગ્રુપને ત્યાં દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ રાધે ગ્રુપના કરોડોના રોકાણના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે બે દિવસ અગાઉ મોરબીના તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગ્યે આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં તપાસ હજુ સતત ચાલી રહી છે. મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટીના દરોડા પડતા શહેરમાં વિવિધ ચર્ચાઓના વંટોળ સર્જાયા છે.

માહિતી અનુસાર, IT ના દરોડા દરમિયાન મોટી માત્રામાં બેનામી વ્યવહાર સામે આવે તેવી શકયતા છે. IT ડોક્યુમેન્ટ સહિતના ડિજિટલ વસ્તુઓની તપાસ કરવામાં આવી છે. ત્યારે એક જ સ્થળે 70 જેટલી ટીમ એકસાથે આ દરોડાની કામગીરીમાં જોડાઈ હતી. આ ઘટનાને લઈને પોલીસ બંદોદસ્ત સાથે આઈટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારે હાલ ઓફિસ, કારખાના તેમજ તીર્થક ગ્રુપના જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસ ચાલુ છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉદયપુરમાં ઉદ્યોગપતિના ઘરેથી 50 કિલો સોનું મળ્યું: ભાજપના નેતાના ભાઈ પાસે 5 કરોડ રોકડ પણ મળી, 19 જગ્યાએ દરોડા

આ પણ વાંચો:ગુજરાતમાં CIDના દરોડા પડતા રાજસ્થાનમાં પણ BZની ઓફિસે વાગ્યા તાળા

આ પણ વાંચો:ગાંધીનગર પોલીસના હિસ્ટ્રીશિટરોના ઘરે દરોડા