Ahmedabad News: માતાએ જ 11 માસની પુત્રીની કરપીણ હત્યા કરી નાખવાનો બનાવ બન્યો છે. આ બનાવમાં બાળકની બ્લેડ મારી હત્યા કરી હતી. પોલીસે માતાની અટકાયત કરી છે. આમ માતા કુમાતા બની છે. બાળકીના ગળામાં બ્લેડ મારવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પ્રેમસંબંધમાં માતાએ જ પોતાની માસૂમ બાળકીની કરપીણ હત્યા કરી નાખવાની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે. પરીણિત મહિલા પતિને છોડીને ત્રણ વર્ષના પુત્રને લઈને પ્રેમી સાથે 25 દિવસ પહેલા રાજસ્થાન ભાગી ગઈ હતી. તેના પગલે પતિએ તેની પત્ની અને તેના પ્રેમી સામે રાજસ્થાનમાં પુત્રના અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.
આવા જ એક અન્ય બનાવમાં પ્રેમ સંબંધમાં માતાએ જ પોતાના માસુમ બાળકની હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી હતી. પરિણીત મહિલા પતિને છોડીને 3 વર્ષના પુત્રને લઈને પ્રેમી સાથે 25 દિવસ પહેલા રાજસ્થાન ભાગી ગઈ હતી.જે બાદ પતિએ પત્ની અને તેના પ્રેમી સામે રાજસ્થાનમાં પુત્રના અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ બાદ મહિલા અને પ્રેમીની ધરપકડ કરીને બાળક વિશે પૂછપરછ કરતા તેની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ કન્સ્ટ્રક્શન સાઈટ પાસેથી 25 દિવસ બાદ પોલીસને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
માતાને કોઈ સાથે પ્રેમ છે અને તે પ્રેમને પામવા માટે તેણે જ તેની બાળકીને મોતને ઘાટ ઉતારી છે,ઘટનાની જાણ થતા પોલીસે માતાની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથધરી છે,બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું
આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને