જેકલીન ફર્નાન્ડીઝના વકીલે આજે દાવો કર્યો છે કે અભિનેત્રી “ષડયંત્રનો શિકાર” છે. મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થયાના એક દિવસ બાદ વકીલનું નિવેદન આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અથવા ED દ્વારા દિલ્હીની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં અભિનેત્રીનું નામ આપવામાં આવ્યું છે, જે ચંદ્રશેખરને સંડોવતા ખંડણીના કેસમાં મની ટ્રેઇલની તપાસ કરી રહી છે.
અદિતિ સિંહ અને ફાર્માસ્યુટિકલ કંપની રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ પાસેથી 215 કરોડ રૂપિયાની ઉચાપત કરવા બદલ દિલ્હી પોલીસે ચંદ્રશેખરની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખર કેસમાં પણ જેકલીનને આરોપી બનાવી છે. EDનો આરોપ છે કે જેકલીન રૂ. 215 કરોડની ખંડણીના કેસમાં લાભાર્થી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રી જાણતી હતી કે સુકેશ ચંદ્રશેખર ગુનેગાર છે અને ખંડણીખોર છે.