સમગ્ર વિશ્વમાં કોરોના ના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે .કોરોના ની આ લહેર ખુબ જ ભયાનક છે .જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે . ત્યારે કોરોના સંક્રમિત થયા બાદ જગદીશ લાડને ચાર દિવસ સુધી ઑક્સિજન પર રાખવામાં આવ્યો હતો અને આખરે તેનું નિધન થયું હતું. ભારતીય ખેલ જગતમાં આ વખતે શોકની લહેર ફેલાઈ ગઈ છે, જ્યારે ઈન્ટરનેશનલ બૉડી બિલ્ડર અને મિસ્ટર ઈન્ડિયા રહેલા જગદીશ લાડનું શુક્રવારે વડોદરામાં કોરોના વાયરસને નિધન થઈ ગયું છે. તેઓ માત્ર 34 વર્ષના હતા. ઈન્ટરનેશનલ બૉડી બિલ્ડીંગમાં ઘણું મોટું નામ કમાયું હતું પરંતુ મહામારીમાં આખરે જિંદગીથી જંગ હારી ગયા.
નોધનીય છે કે કોરોના સંક્રમિત થયા બાદ જગદીશ લાડને ચાર દિવસ સુધી ઑક્સિજન પર રાખવામાં આવ્યા હતા પરંતુ તેઓ કોરોનાને મ્હાત ન આપી શક્યાં. જગદીશ લાડ 90 કિગ્રા વેઈટ વર્ગમાં ભાગ લેતા હતા. જગદીશ કેટલાંક વર્ષ પહેલાં જ નવી મુંબઈથી વડોદરા આવ્યા હતાં. અહીં તેમણે જિમની શરૂઆત કરી હતી. તેઓ મૂળ રૂપથી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કુંડલ ગામના વતની હતા. જગદીશ લાડે ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મહારાષ્ટ્ર અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ છે .