Karnataka News/ જેલ પ્રશાસન નિષ્ફળ નિવડ્યું…કેદીઓ દારૂ, સિગારેટ પીતા જોવા મળતા ખળભળાટ

ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

Top Stories India
Image 51 જેલ પ્રશાસન નિષ્ફળ નિવડ્યું...કેદીઓ દારૂ, સિગારેટ પીતા જોવા મળતા ખળભળાટ

Karnataka News: કોર્ટ ગુનેગારોને (Criminal) સજા તરીકે જેલમાં મોકલે છે, પરંતુ જેલના સળિયા પાછળ પણ તેઓ સાઠગાંઠ કરે છે અને પાર્ટી કરે છે. જેલની અંદર કેદીઓ દારૂ અને સિગારેટ પીતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પછી જેલ પ્રશાસન (Jail Administration) સતર્ક થઈ ગયું અને આ કેદીઓને અન્ય જેલમાં ખસેડવામાં આવ્યા. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

આ મામલો કર્ણાટકની કલબુર્ગી સેન્ટ્રલ જેલનો છે, જ્યાંથી 6 કુખ્યાત કેદીઓને રાજ્યની અન્ય જેલોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હવે આમાંથી 4 કેદીઓનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ આરોપીઓ જેલની અંદર પાર્ટી કરતા જોવા મળે છે. તેઓ સાથે બેસીને દારૂ પીવે છે અને સિગારેટ પીવે છે. જેલની અંદર મોબાઈલ ફોન અને ચાર્જર પણ છે.

તમને જણાવી દઈએ કે કલબુર્ગી સેન્ટ્રલ જેલના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ આર અનીતાએ ઓક્ટોબરમાં ચાર્જ સંભાળ્યો ત્યારથી જ જેલની અંદર કેદીઓની નાપાક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરી છે. આ સાંઠગાંઠ તોડવા માટે, જેલના ઘણા કેદીઓને અન્ય જેલમાં તબદીલ કરવામાં આવ્યા હતા, કારણ કે તપાસમાં બહાર આવ્યું હતું કે તેમાંથી ઘણા જેલની અંદર વૈભવી જીવન જીવતા હતા.

વીડિયોમાં દેખાતા કેદીઓ એ જ છે જેમણે ચીફ જેલ સુપરિન્ટેન્ડેન્ટ આર અનીથાની કારને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેલના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે આ વીડિયો બે મહિના જૂનો છે. તેઓને એવી પણ શંકા છે કે વીડિયો જાણીજોઈને ગ્લાસમાં ઠાલવવામાં આવેલ ચાના ઉકાળો સાથે શૂટ કરવામાં આવ્યો હતો જેથી તે દારૂ જેવો દેખાય. જોકે, જેલ સુપ્રિટેન્ડેન્ટે આ વીડિયો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હું રોજ ઇન્સ્યુલિન માગું છું’: તિહારથી મુખ્યમંત્રી કેજરીવાલનો પત્ર, જાણો જેલ પ્રશાસન વિશે શું કહ્યું…

આ પણ વાંચો:ફાંસીની સજા ટાળવા માટે આરોપી કરી રહ્યા છે કાવતરા,  જેલ પ્રશાસન એલર્ટ

આ પણ વાંચો:પૃથ્વી પરની સૌથી ખરાબ જેલ, એક વાર અંદર ગયા…જીંદગી બની ગઈ નર્ક