Virpur Jalaram/ જલારામબાપાની 221મી જન્મજયંતિની સાદગી પૂર્ણરીતે ઉજવણી, ગાદીપતિએ કરી લોકોને આવી અપીલ

કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પૂજ્ય જલારામબાપાના મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને બાપાના પરીવારજન એવા ભરતભાઇ ચાંદ્રાણી દ્વારા

Gujarat Others
Jalaram Jayanti1 જલારામબાપાની 221મી જન્મજયંતિની સાદગી પૂર્ણરીતે ઉજવણી, ગાદીપતિએ કરી લોકોને આવી અપીલ
  • આજે જલારામબાપાની 221મી જન્મજયંતિ
  • કોરોનાને પગલે સાદગીથી પૂર્ણરીતે  ઉજવણી
  • ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા
  • ભક્તોને ઘરે રહી ઉજવણી કરવા કરાઈ અપીલ
  • મંદિરમાં દર્શન માટે થર્મલ સ્ક્રેનિંગ બાદ પ્રવેશ
  • ગ્રામજનોએ ઘરે-ઘરે રંગોળી કરી જયંતિની ઉજવણી 
  • સુરતથી પગપાળા સંઘ વીરપુર પહોંચ્યો
  • 12 વર્ષથી સુરતના ગભેણી ગામથી સંઘ આવે છે વીરપુર
  • કોરોના સંક્રમણ દૂર થાય તેવી શ્રદ્ધાળુઓની બાપાને પ્રાર્થના

કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પૂજ્ય જલારામબાપાના મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને બાપાના પરીવારજન એવા ભરતભાઇ ચાંદ્રાણી દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે કે, બની શકે તો વીરપુર આવ્યા વગર પોતપોતાની ઘરે જ પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતીની ઉજવણી કરવી અને તારીખ 23/11/2020 સોમવારથી જલારામ મંદિર અને અન્નક્ષેત્ર બંને બંધ કરવાનો નિર્ણય પણ ગાદીપતિ રઘુરામબાપા દ્વારા લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આજે જલારામબાપાની 221મી જન્મજયંતિ છે. કોરોનાને પગલે જન્મજયંતિની સાદગી પૂર્ણરીતે ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પૂજ્ય જલારામબાપાના મંદિર ખાતે ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સાથે જ ભક્તોને ઘરે રહી ઉજવણી કરવા અપીલ કરાઈ છે. મંદિરમાં દર્શન માટે થર્મલ સ્ક્રેનિંગ બાદ પ્રવેશ કરવા દેવામાં આવશે. વિરપૂર ગ્રામજનોએ ઘરે-ઘરે રંગોળી કરી જયંતિની ઉજવણી કરી હોવાનું જોવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતથી પગપાળા સંઘ વીરપુર પહોંચ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, સુરત જલારામ ભક્તોનો પગપાળા સંઘ છેલ્લા 12 વર્ષથી સુરતના ગભેણી ગામથી પગપાળા વીરપુર આવે છે.

ઘટનાનો સંપૂર્ણ વીડિયો અહેવાલ જોવા માટે આહી Click કરો 👇 👇👇….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….