જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર રાજ્યમાં પંચાયતની ચૂંટણીની તારીખોની ઘોષણા પણ કરવામાં આવી ગઇ છે. જમ્મુ-કાશ્મીરના દરેક બ્લોકમાં ખાલી જગ્યાઓ માટે પંચાયતની ચૂંટણી યોજાશે. આ પંચાયતની ચૂંટણીમાં મતપેટીનો ઉપયોગ કરવામાં આવશે. આ માહિતી જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે આપી હતી.
જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ 5 માર્ચથી 20 માર્ચ સુધી યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં આ પંચાયતની ચૂંટણી 8 તબક્કામાં યોજાશે. આપને જણાવી દઇએ કે, આ પૂર્વે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ચૂંટણી યોજાઈ ન હતી. આ ચૂંટણી આ જ વિસ્તારોમાં યોજાશે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે કહ્યું કે જ્યાં જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં આજથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરીને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધું હતું. જે પછી કાશ્મીર અને લદ્દાખ બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ તબક્કામાં મતદાન થવાની તારીખોની ઘોષણા કરી હતી.
મતદાન- માર્ચ 5 માર્ચ પ્રથમ તબક્કા માટે
મતદાન- માર્ચ 7 માર્ક બીજા તબક્કા માટે
મતદાન- માર્ચ 9 માર્ક ત્રીજા તબક્કા માટે
મતદાન- માર્ચ 12 ના ચોથા તબક્કા માટે
મતદાન- માર્ચ 14 પાંચમો તબક્કા માટે
મતદાન- માર્ચ 16 છઠ્ઠા તબક્કા માટે
મતદાન- માર્ચ 18 સાતમો તબક્કા માટે
મતદાન- માર્ચ 20 આઠમો તબક્કા માટે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.