Not Set/ જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટર : ત્રણ આતંકી ઠાર, એક પોલીસ જવાન શહીદ

શ્રીનગર જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે.  જાકે આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન શહિદ થયો છે. શ્રીનગરથી એસએસપીએ આ અંગેની જાણકારી આપી છે.શ્રીનગરના ફતેહ કદાલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સુરક્ષાદળોએ મોરચો સંભાળતા ત્રણ લશ્કર આતંકીઓને ઠાર કર્યા છે. કાર્યવાહીમાં […]

Top Stories India Trending
bor જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટર : ત્રણ આતંકી ઠાર, એક પોલીસ જવાન શહીદ
શ્રીનગર
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે.
 જાકે આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન શહિદ થયો છે. શ્રીનગરથી એસએસપીએ આ અંગેની જાણકારી આપી છે.શ્રીનગરના ફતેહ કદાલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સુરક્ષાદળોએ મોરચો સંભાળતા ત્રણ લશ્કર આતંકીઓને ઠાર કર્યા છે.
કાર્યવાહીમાં એક પોલીસકર્મી શહિદ થયો છે અને બેથી ત્રણ જવાનો ઘાયલ થયાના અહેવાલ છે.
બુધવારે સવારે ફતેહ કદાલમાં સુરક્ષાદળો અને અહીં છુપાયેલ આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. બન્ને તરફથી ફાયરીંગ વચ્ચે સુરક્ષાદળો દ્વારા અહીં કાર્યવાહી કરી ત્રણ આતંકીઓને ઠાર કરાયા છે. આ આતંકીઓ ભીડભાડવાળા વિસ્તારમાં છુપાયેલા હતા અને વિસ્તાર ખાલી કરાવતા સુરક્ષાદળોએ આતંકીઓની ઘેરાબંધી કરી હતી.
મહત્વનુ છે કે, ગત ૧૩ ઓક્ટોબરે પણ પુલવામામાં સુરક્ષાદળોને સફળતા મળી હતી, જ્યાં એનકાઉન્ટરમાં એક આતંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આતંકવાદી પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ એ જ દિવસે બારામૂલા જિલ્લાના સોપોર ટાઉનશિપમાં આતંકીઓએ નાપાક હરકત કરતા ઘરમાં ઘુસીને એક પોલીસકર્મીની ગોળી મારી હત્યા કરી દીધી હતી.