જમ્મુ-કાશ્મીરનાં ગવર્નર સત્યપાલ મલિકનાં નિવેદન પર વિવાદ વધુ વકરી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંગ્રેસનાં નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યુ કે, આજ પછી હવે જમ્મુ-કાશ્મીરમાં કોઇ પણ રાજનેતા, સેવા આપનાર કે નિવૃત બ્યૂરોક્રેટનું મોત થયું છે તો તે માટે સત્યપાલ મલિક જવાબદાર હશે.
શું છે મામલો
આપને જણાવી દઇએ કે સત્યપાલ મલિકે રવિવારે કહ્યુ હતુ કે, આતંકીઓને પોલીસવાળાની જગ્યાએ ભ્રષ્ટ રાજનેતાઓ અને નોકરશાહોની હત્યા કરવી જોઇએ. જેમા સત્યપાલ મલિકનો તર્ક હતો કે આ જ લોકો છે કે જે રાજ્યને લૂટી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે, પોલીસ પોતાનું કામ બદુ સારી રીતે કરી રહી છે પરંતુ જો એક પણ જીવ જાય છે, જો તે આતંકીની પણ કેમ ન હોય તો મને તકલીફ થાય છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક પાછા ફરે.
https://twitter.com/OmarAbdullah/status/1153000527514357760
સત્યપાલ મલિકે પોતાનુ ભાષણ કારગિલમાં આપતા કહ્યુ હતુ કે, અહીનાં નેતાઓ ઘણા ભ્રષ્ટ છે તે જ છે કે જે રાજ્યને લૂટી રહ્યા છે, આતંકી આ નેતાઓને જ મારે, પોલીસવાળાને નહી. તેમના આ વિવાદાસ્પદ નિવેદન બાદ ઉમર અબ્દુલ્લા ભડકી ઉઠ્યા અને તેમણે કહ્યુ કે, જો કોઇ પણ નેતાની હત્યા થાય છે તો તેના માટે માત્ર રાજ્યપાલ જ જવાબદાર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.