જામનગર,
તહેવારો પગલે રાજ્યમાં આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ હોય તેમ લાગી રહ્યું છે. જામનગરની આરોગ્ય વિભાગની ટીમે શહેરની મોટી ફરસાણની દુકાનો અને મીઠાઈ બનાવતા એકમોના ત્યાં ચેકિંગ હાથ ધર્યુ છે. આરોગ્ય વિભાગની ટીમે શહેરમાં ચારથી પાંચ મોટા વેપારીઓના ત્યાં દરોડ પાડી ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં આરોગ્ય વિભાગે ફરસાણ અને મીઠાઈના કેટલાક નમૂનાઓ લઈ તેને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. .મહત્વનું છે કે તપાસ અર્થે મોકલાયા નમૂનાઓ તપાસ થઈ રિપોર્ટ આવતા 10 દિવસ જેટલો સમય જતો રહે છે ત્યારે તહેવારો પૂરો થયા બાદ આરોગ્ય શુ કરશે તેવો પ્રશ્નો ઉભા થયો છે. પરંતુ હાલ તો આરોગ્ય વિભાગ સક્રિય થતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.