જામનગર/ સરકારી કર્મચારીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

ક્ષાર અંકુશ પેટા વિભાગીય કચેરીમાં કામ કરતા અને પ્રગતિ પાર્ક સોસાયટીમાં રહેતા કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 02T120650.426 સરકારી કર્મચારીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
  • જામનગરમાં સરકારી કર્મચારીનો મૃતદેહ મળ્યો
  • ઝાડ સાથે ગળે ફાંસો ખાઘેલી હાલતમાં મળ્યો મૃતદેહ
  • ક્ષાર અંકુશ પેટા કચેરીના જયસુખ કાનાણી હતા ગુમ

Jamnagar News: જામનગરથી દુખદ સમાચાર સામે આવ્યા છે. અહીંયા ક્ષાર અંકુશ પેટા વિભાગીય કચેરીમાં કામ કરતા અને પ્રગતિ પાર્ક સોસાયટીમાં રહેતા કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં પ્રગતિ પાર્ક-2 સોસાયટીના પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 103માં રહેતા અને ક્ષાર અંકુશ સબ ડિવિઝનની ઓફિસમાં નોકરી કરતા 54 વર્ષીય કર્મચારીએ પોતાના શર્ટ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

શરૂઆતમાં, તેઓ ગુમ થયા ત્યારથી, પરિવારે સીટી વગાડી. ડિવિઝનલ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારબાદ ગઈકાલે તેની બાઇક નિર્જન વિસ્તારમાંથી મળી આવી હતી, જેની આસપાસ પોલીસને તેમની લાશ ઝાડની ડાળી પર લટકતી મળી હતી.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અમૃતલાલ વેલજીભાઈ કાનાણીએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જેમણે કયાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 સરકારી કર્મચારીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત


આ પણ વાંચો:1 લાખ કરતા વધુ પગાર ધરાવતો SMCનો અધિકારી આસિસ્ટન્ટ સાથે લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા