મહિલાઓ વિરુદ્ધના ગુનાનાં મામલે હાલ સપાના સાંસદ અને ભારતનાં ટોપનાં શિરસ્ત કુંટુબ ગણવામાં આવતે બચ્ચન પરિવારનાં મોભી જયા બચ્ચન ભારે વ્યતિથ જોવામાં આવી રહ્યા છે. જયા બચ્ચન દ્વારા આ મામલે સંસદમાં પ્રશ્ન ઉઠાવતા પોતાની વેદના જે પ્રકારે સંસદ ગૃહમાં ઠાલવવામાં આવી હતી તે જોઇને એ વાત પાકી છે કે આવા કિસ્સાથી જયા બચ્ચન ખુબ ગુસ્સામાં આવી ગયા છે. સંસદમાં સપાનાં સાંસદ જ્યા બચ્ચન દ્વારા બળાત્કારીઓને મોંબલિન્ચીગની સજાની પણ તરફેણ કરવામાં આવી હતી.
આપને એ પણ જણાવી દઇએ કે જે સમયે બળાત્કારીઓને મોબલિન્ચીગની વાત કરવામાં આવી હતી ત્યારે સંસદમાં હાજર તમામ મહિલા સાંસદો દ્વારા તે વાતમાં હામી પણ ભરવામાં આવી હતી. આમતો સંસદમાં કોઇ પાર્ટીનો સુર કોઇ ઘટના કે મુદ્દામાં એક હોય તેવું ભાગ્યે જ જોવામાં આવે છે. પરંતુ આ એવી ઘટના હતી કે તમામ સાંસદો અને ખાસ કરીને મહિલા સાંસદો દ્વારા તેમા સહમતી દર્શાવવામાં આવી હતી.
આજ વાતને લઇને એટલે કે, મહિલાઓ સામે વધતા જતા ગુનાઓ પર સંસદનાં પ્રાંગણમાં પત્રકારો સાથે વાત કરતા સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સભ્ય જયા બચ્ચને કહ્યું હતું કે મને તેવું લાગી રહ્યુંં છે કે, તમને પકડી અને તમને ક્યાંક મારી નાખું(માર મારવાની દષ્ટીએ). જયા બચ્ચને સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘ આ શું થઈ રહ્યું છે? જો અમે ખૂબ કડક શબ્દનો ઉપયોગ કરીએ છીએ(સંસદમાં), તો અમને કહેવામાં આવે છે કે તમારે તે ન બોલવું જોઈતું હતું. હમણાં મને ગુસ્સો આવે છે. એવું લાગે છે, તમે લોકો મારી સામે ઉભા છો, તમને પકડીને ઢીબી નાખું(માર મારુ)
https://twitter.com/ANI/status/1202506270890049536
જો કે, દેશમાં હાલમાં જ સામે આવેલા ઉપરા છાપરી મહિલા વિરોધી ગુના અને ગુના પણ શું હેવાનીયત કહેવું ઘટે તેવી ઘટનાથી દેશભરમાં આ રોષ જોવામાં આવી રહ્યો છે. ઉપરા છાપરી બળાત્કાર અને પછી ક્યાંંક સળગાવીને મારી નાખવું ક્યાંક છરી મારી ખતમ કરી દેવું અને સગીર બાળકીઓ સાથે પીસાચી કૃત્યથી તો દેશભરમાં બળાત્કારી વિરુધ જાણે ભારેલ અગ્ની જોવામાં આવી રહ્યો છે.
આંકડા પ્રમાણે 2004થી દેશભરમાં કોઇ બળાત્કારીને ફાસી દેવામાં આવી નથી અને લટકામાં બળાત્કારીઓ દ્વારા ઉન્નાવ જેવા કાંડ થતા જ રહે છે. બળાત્કારીઓ દ્વારા કા તો પિડીતાનું એક્સિડન્ટ કરાવી દેવામાં આવે છે, કે પછી જીવતી સળગાવી દેવામાં આવે છે.
લોકો દ્વારા તો જ્યારે ઉન્નાવ રેપ કેસનાં આરોપીને જામીન આપી દેવામાં આવ્યા અને તે બળાત્કારી આરોપીએ બહાર આવીને પિડીતાને જીવતી સળગાવી દેવામાં આવી ત્યારે, ત્યાં સુધીનું ચર્ચાઇ રહ્યું હતું કે, દેશનાં પૂર્વ નાણાં મંત્રીને જામીન નથી મળી રહ્યા અને આવા પાસવી બળાત્કારીઓ જામીન પર આસાનીથી છુટીને આવા પીસાચી કૃત્યો કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.