માયાજાળ/ હત્યા બાદ ચેઈન પુલ્લીંગ કરીને ભાગેલા શુટરો બાઈક ન મળતા રઘવાયા થયા

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત

Mantavya Exclusive
part 11 હત્યા બાદ ચેઈન પુલ્લીંગ કરીને ભાગેલા શુટરો બાઈક ન મળતા રઘવાયા થયા

@ નિકુંજ પટેલ

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 11)

શશીકાંત કાંબળેએ કોરીડોરની ચેઈન દ્વારા ચેઈન પુલ્લીંગ કર્યું. ચેઈન પુલ્લીંગ થતા જ ટ્રેન સામખ્યાળી રેલ્વે સ્ટેશન આવતા પહેલા સામખ્યાળી ટોલટેક્ષથી થોડે દૂર રાત્રે 12.55 વાગ્યે ઉભી રહી ગઈ. ટ્રેન ઉભી રહેતા જ બન્ને શુટરો કોચનો A કેબીન સાઈડનો દરવાજો ખોલીને ટ્રેનના એચ-1 કોચમાંથી ઓફ સાઈડ ઉતરી ગયા હતા. તે સમયે શશીકાંતે બન્ને હાથમાં પહેરેલા મેડિકલ હેન્ડગ્લોવ્ઝ બાવળની કાંટાળી ઝાડીને કારણે ફાટી જતા હાથમાંથી ઉતારીને ફેંકી દીધા હતા. બન્ને જણા ઝાડી-ઝાંખર અને પથ્થરો વચ્ચેથી ચાલતા ચાલતા ગાંધીધામ-સામખ્યાળી હાઈવે પર પહોંચ્યા.

અહીં સુધી સહીસલામત પહોંચ્યા બાદ અશરફ શેખ અને શશીકાંત કાંબળે સામખ્યાળી ટોલટેક્ષ નજીક બાઈક શોધવા લાગ્યા. બીજીતરફ રાજુ ધોત્રેએ બાઈક ક્યાં પાર્ક કર્યું છે તે શોધી ન શકતા બન્ને અવઢવમાં મુકાઈ ગયા. બાઈકનું લોકેશન મેળવવા માટે અશરફ શેખના મોબાઈલથી શશીકાંતે રાજુ ધોત્રેને ફોન લગાવ્યો. કાંબળેએ જ આ ફોન રાજુ ધોત્રેને આપ્યો હતો. બાઈક શોધી રહેલા બન્ને શુટરોને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે સામખ્યાળી ટોલટેક્ષ પરના સીસીટીવી કેમેરામાં બન્નેની શંકાસ્પદ હિલચાલ કેદ થઈ ગઈ છે. આ ફૂટેજ શુટરોને પકડવામાં મહત્વના સાબિત થવાના હતા.

 ભાગતા ભાગતા શુટરોએ સહપ્રવાસી પવન મોરેનું પર્સ ચેક કર્યું, પર્સમાં પૈસા હોવાનું તેમને અનુમાન હતું. પરંતુ પર્સમાંથી ફૂટી કોડી પણ ન મળી. અંદરથી માત્ર એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, વિઝા કાર્ડ, નાક સાફ કરવાનું મશીન, ચશ્માની પ્રેમ અને વિઝીટીંગ કાર્ડ મળ્યા. જેને પગલે ભીમાસર પાસે સિંગલ પટ્ટી રોડ પાસે પવન મોરનું પર્સ ફેંકી દીધું. એટલું જ નહી રાધનપુર નજીકમાં મૃતક જ્યંતી ભાનુશાળીનમો મોબાીલ ફોન પણ તોડીને ફેંકી દીધો.

8 જાન્યુઆરી 2019ના રો-જ વહેલી સવારે શસીકાંત કાંબળે, અશરફ શેખ અનમે રાજુ ધોત્રે બાઈક પર રાધનપુર પાસે પહોંચ્યા .જોકે બાઈકમાં પેટ્રોલ ખતમ થઈ જતા રોડની સાઈડમાં બાઈક નણિયાત હાલતમાં તરછોડી દીધું. બાદમાં બન્ને જણા રાધનપુરથી બસમાં પાલનપુર ગયા હતા. બાદમાં પાલનપુર રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં આબુ રોડ રાજસ્થાન તરફ ભાગી ગયા હતા.