માયાજાળ/ રાંચીમાં જયંતિની હત્યા કરવાનું નક્કી હતું પણ તે એરપોર્ટની બહાર જ ન આવ્યો…

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત

Mantavya Exclusive
Crime Poster 04 રાંચીમાં જયંતિની હત્યા કરવાનું નક્કી હતું પણ તે એરપોર્ટની બહાર જ ન આવ્યો...

@ નિકુંજ પટેલ

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર આજથી વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 4)

રાંચી એરપોર્ટની બહાર ટેક્સી લઈને ઉભેલી મનીષા કાગડોળે ભાનુશાળીની રાહ જોઈ રહી હતી. પણ તેમનો કોઈ પત્તો લાગતો ન હતો. હકીકતમાં 15.12.2018નાં રોજ જ્યંતી ભાનુશાળી તથા નિતીન ભાનુશાળી સવારે 8.45 વાગ્યે ઈન્ડીગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર 6E3492માં અમદાવાદથી દિલ્હી અને ફ્લાઈટ નંબર 6E-509 માં દિલ્હીથી રાંચી જવા રવાના થયા હતા. બીજીતરફ નિતીન ભાનુશાળીને મનીષા ગોસ્વામી પર સહેજ પણ ભરોસો ન હતો. આથી નિતીન જ્યંતી ભાનુશાળીને રાંચી જવા માટે સતત ના પાડતો હતો. નિતીન પોતે એકલો જઈને ખાતરી કરવાની જીદ ભાનુશાળી સામે કરતો હતો.

બીજી તરફ ચબરાક અને શાતીર મનીષા જાણતી હતી કે 15.12.2018ના રોજ જ્યંતી ભાનુશાળી રાંચી એરપોર્ટથી બહાર આવીને સીધી જ કોમલ પટેલ સાથે વિડીયો કોલીંગ દ્વારા વાત કરવાની માંગણી કરશે. તેણે આ વાત છબીલ પટેલને પણ જણાવી હતી. જેને પગલે છબીલ પટેલે પોતાના મસ્કત ખાતે રહેતા મિત્ર મનોજભાઈ પટેલ અને તેમના પત્ની ભાવના પટેલ સાથે વાત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ દંપત્તી થાઈલેન્ડ ફરવા માટે ગયું છે.

ભાવના પટેલને જ કોમલ પટેલ બનાવવામાં આવી હોવાથી તેમને મળવું છબીલ માટે જરૂરી હતું. તાત્કાલિક છબીલ પટેલ 14.12.2018ના રોજ મુંબઈથી થાઈલેન્ડ પહોંચ્યા હતા. મનોજ પટેલ અને ભાવના પટેલ થાઈલેન્ડની જે હોટેલમાં રોકાયા હતા એ જ હોટેલમાં છબીલ પટેલે પણ રૂમ બુક કરાવ્યો હતો.

દરમિયાન 15.12.2018નાં રોજ જ્યંતી ભાનુશાળી અને નિતીન ભાનુશાળી અમદાવાદથી ફ્લાઈટમાં દિલ્હી પહોંચ્યા હતા. જોકે નિતીને જ્યંતી ભાનુશાળીને સાથે આવવાની ના રહેતા તે દિલ્હીથી ફ્લાઈટમાં અમદાવાદ પરત આવ્યા હતા. જ્યારે નિતીન એકલો રાંચી ગયો હતો. એરપોર્ટ બહાર મનીષાએ ભાનુશાળીને ન જોતા તે ગુસ્સે થઈ ગઈ હતી. આ બાબતે મનીષાએ છબીલ પટેલને પણ જાણ કરી હતી. નિતીને મનીષા ગોસ્વામીને કોમલ પટેલ સાથે વાત કરાવવાનું જણાવ્યું હતું. મનીષાએ છબીલ પટેલના ફોન પર વોટ્સએપ કોલથી થાઈલેન્ડથી કહેવાતી કોમલ પટેલના નામે ભાવનાપટેલ સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો.

જોકે ભાવના પટેલે માત્રને માત્ર જ્યંતી ભાનુશાળી સાથે જ વાત કરવા અને રૃબરૃ મળવા તૈયાર હોવાનું જણાવીને વોટ્સએપ કોલ ક્ટ કરી નાંખ્યો હતો. જેને પગલે રાંચીમાં જ્યંતી ભાનુશાળીને ઢાળી દેવાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. બાદમાં મનીષાના કહેવાથી નિતીને ટેક્સીનું રૃ.2000 ભાડુ ચુકવ્યું હતું. બન્નેએ એરપોર્ટ બહાર રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો હતો જેનુ રૃ.750 બિલ પણ નિતીને જ ચુકવ્યું હતું. એરપોર્ટ પરથીજ નિતીને પોતાની અને મનીષાની એર એશિયાની રાંચીથી દિલ્હીની ટ્કીટ રોકડ રકમથી ખરીદી હતી.. દિલ્હી આવ્યા બાદ નિતીન દિલ્હીથી અમદાવાદ અને મનીષા મુબઈ જવા રવાના થયા હતા.