Rajkot News: રાજકોટના જયંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચેનો વિવાદ શાંત પડવાનું નામ લે તેમ લાગતું નથી. જયંતિ સરધારા અને પોલીસ ઇન્સ્પેક્ટર પાદરિયાના વિવાદના અગ્નિમાં બીજા લોકો રીતસર જાણે ઘી રેડી રહ્યા હોય તેવી સ્થિતિ છે.
ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ આ અંગે ટ્વીટ કર્યુ છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે જયંતિ સરધારાએ આ વિવાદ ઊભો કર્યો છે. સરદારધામ અને ખોડલધામ વચ્ચે આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે જયંતિ સરધારાને ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ઊભો કરવાની સોપારી આપવામાં આવી છે.
તેમણે વધુમાં લખ્યું કે, કયાં ફાર્મ હાઉસમાં આ સોપારી આપવામાં આવી તે બાબતે આગામી દિવસોમાં ખુલાસો કરશે. જયંતી સરધારાને કયાં ફાર્મહાઉસમાં અને કોણે સોપારી આપી ? તેનો ખુલાસો તેઓ જલદી કરશે તેમ જણાવ્યું હતું.
જો કે, આ વિવાદમાં ખોડલધામનાં ટ્રસ્ટી દિનેશ બાંભણિયાની એન્ટ્રી થતાં હવે મામલો વધુ ગરમાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. જણાવી દઈએ કે, જયંતી સરધારાએ PI સંજય પાદરિયા પર જીવલેણ હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જયંતી સરધારાએ FIR માં નિવેદન આપ્યું હતું કે, PI સંજય પાદરિયા તેમની પાસે આવ્યા હતા અને ત્યાર બાદ માથાકૂટ કરી હતી. જો કે, આ મામલે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. આગામી દિવસોમાં આ બંનેના વિવાદમાં બીજા કેટલાય લોકો ઉમેરાય અને ઘી હોમે તો આશ્ચર્ય પામવા જેવું નથી.
આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી
આ પણ વાંચો: મા જગદંબાની સાક્ષીએ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં તમામ ખેલૈયાઓ અને લોકોએ લીધા અંગદાનના શપથ
આ પણ વાંચો: ખોડલધામ ખાતે આયોજિત 7મા પાટોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ