નવી દિલ્લી,
ટીવી એક્ટ્રેસ જેનીફર વિન્ગેટે તેની નવી સિરિયલ ‘ બેપનાહ ‘ માં એવી ધમાકેદાર એન્ટ્રી મારી છે, કે બ્રોડકાસ્ટ રીસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા જાહેર કરવામાં આવેલ લીસ્ટમાં ટોપ ૫ સિરિયલમાં સ્થાન મેળવી લીધું છે. હજુ ગયા અઠવાડિયે જ ચાલુ થયેલી આ સિરિયલને દર્શકો તરફથી સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. આવી ઘણી ઓછી સિરિયલ હોય છે કે જેને શરૂઆતમાં જ આટલી બધી ટીઆરપી મળે છે. અને જો હાલની વાત કરીએ તો જેનીફર વિન્ગેટ એ ટીવી જગતની ફેવરીટ એક્ટ્રેસ બની ગઈ છે.
બાર્કના આ લીસ્ટમાં આ પાંચ સિરિયલ નો સમાવેશ થાય છે :
૧. કુંડલી ભાગ્ય
૨. કુમકુમ ભાગ્ય
૩. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં
૪. યે હે મોહબ્બતે
૫. બેપનાહ
આટલા ઓછા સમયમાં બાર્કની ટોપ ૫ સિરિયલમાં સ્થાન મેળવી લેવી એ ખરેખર ચોંકાવનારી વાત કહેવાય.