આજકાલ દેશભરમાં ઓનલાઈન ફ્રોડ હોય કે પછી લાલચ આપીને લોકોને છેતરવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, ત્યારે આજ પ્રકારે ડાયમંડ સીટી સુરતમાં પણ લાલચ આપીને છેતરવાનો બનાવ સામે આવ્યો છે.હકીકતમાં આ બનાવ સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જેમાં હીરા વેપારીની પત્નીએ ત્રણ વર્ષની પુત્રીને સિરિયલ અને ફિલ્મોમાં કામ કરાવવાની લાલચમાં 3.10 લાખ ગુમાવ્યા હતા.
આ બનાવ અંગે વાત કરીએ તો, છેતરપિંડીનો ભોગ બનનાર પીડિત શહેરના કતારગામમાં આવેલી ડી.એમ. પાર્ક સોસાયટીમાં રહે છે અને તેઓ હીરાનો વેપાર કરે છે. આ દરમિયાન તેમના પત્નીને પોતાની એક માત્ર પુત્રીને સિરિયલ અને ફિલ્મોમાં કામ કરાવવાની ઈચ્છા હોય તે ફેસબુક પર કિડ્સ કાસ્ટીંગ અપટેડ્સ નામના ગ્રુપમાં જોડાયા હતા.
આ દરમિયાન, ગત 7 જાન્યુઆરીના રોજ નિધિ કપૂર નામની આઈડી પરથી એક અપડેટ તે ગ્રુપમાં મૂક્યું હતું કે, કાસ્ટીંગ ફોર એમેઝોન પ્રાઈમ અને તેમાં તેનો નંબર લખ્યો હતો. આથી માતાએ તેને વ્હોટ્સએપ મેસેજ કરી વાત કરતા નિધિએ સૌ૨વ શ્રીવાસનો કોન્ટેક્ટ કરવાનું કહી તેનો નંબર આપ્યો હતો.
જેમાં સૌરવ શ્રીવાસનો ફોન પર સંપર્ક કરતા તેણે પોતાની ઓળખ કાસ્ટીંગ ક્રિએટીવ હેડ તરીકે આપી તોરલબેનની પુત્રીના ફોટા મંગાવ્યા હતા . બાદમાં ફોન કરી સબ ટીવી પર નાના છોકરાઓનો પ્રોગ્રામ આવવાનો છે તેમાં તમારી છોકરીને સિલેક્ટ કરી છે. કહી અલગ અલગ ચાર્જ પેટે 3.10 લાખ પડાવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે માલુમ પડતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ ધ્યાને આવતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની લોકલ ચેનલમાં પત્રકાર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :ચૂંટણી પહેલા આજે ગુજરાતનું બજેટ, CM ભૂપેન્દ્રભાઈ પટેલની અગ્નિપરીક્ષા
આ પણ વાંચો :સુરક્ષા સેતુ અંતર્ગત જાસ્મીન ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા બોડેલી ખાતે બાળાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી
આ પણ વાંચો :યુક્રેનથી સુરક્ષિત રીતે 10 વિધાર્થીઓ દિલ્હીથી અમદાવાદ પહોચ્યા…
આ પણ વાંચો : લીંબડી રાજ મહેલમાં 56 કિલો ચાંદીની ચીજો સહિત એન્ટિક વસ્તુઓની ચોરી