Not Set/ જેપી નડ્ડા / કોલકાતામાં નાગરિકત્વ કાયદાના સમર્થનમાં રેલીને સંબોધન કરશે

નાગરિકતા સુધારણા અધિનિયમને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધમાં હવે હિંસામાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગનાં પ્રદર્શનોમાં, સુરક્ષા દળો અને પ્રોટેસ્ટરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ, અસરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધાને સસ્પેન્ડ કરવામા આવી રહેલ છે, જેથી અફવાઓ કોઈપણ રીતે રોકી શકાય. નાગરિકતા સુધારણા કાયદો બનવાની સાથે જ લોકો આખા દેશમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. […]

Top Stories India
tenk 1 જેપી નડ્ડા / કોલકાતામાં નાગરિકત્વ કાયદાના સમર્થનમાં રેલીને સંબોધન કરશે

નાગરિકતા સુધારણા અધિનિયમને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધમાં હવે હિંસામાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગનાં પ્રદર્શનોમાં, સુરક્ષા દળો અને પ્રોટેસ્ટરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ, અસરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધાને સસ્પેન્ડ કરવામા આવી રહેલ છે, જેથી અફવાઓ કોઈપણ રીતે રોકી શકાય. નાગરિકતા સુધારણા કાયદો બનવાની સાથે જ લોકો આખા દેશમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ખાસ કરીને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હિંસાનાં મોટાભાગનાં કેસો જોવા મળી રહ્યા છે.

ભાજપના કાર્યકારી પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા પશ્ચિમ બંગાળના કોલકાતા એરપોર્ટ પહોંચ્યા છે. તેઓ અહીં નાગરિકતા કાયદાના સમર્થનમાં બોલાવેલ રેલીને સંબોધન કરશે. તેમનું સ્વાગત પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયાએ કર્યું હતું. ભાજપની રેલી હિંદ સિનેમા-સીઆર એવન્યુથી શરૂ થશે અને શ્યામબજાર જઈને સમાપ્ત થશે. જેપી નડ્ડા અહીં એક જાહેર સભાને સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારણા કાયદા સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ગતરોજ તેના સમર્થનમાં ભાજપ અને આરએસએસએ નાગપુરમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં સૌથી મોટો ત્રિરંગો બનાવીને માનવ સાંકળ પણ બનાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.