કોરોના મહામારીને લીધે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 9 મહિનાથી જજીસ પોતાના ઘરેથી વીડિયો કોંફરન્સથી કેસની સુનાવણી કરતા હતા પરંતુ 4 જાન્યુઆરી 2021થી તમામ ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં આવેલ તેમના ચેમ્બરમાં બેસીને વિડિયો કોંફરન્સથી કેસની સુનાવણી કરશે.
Politics / મિશન બંગાળ – તૃણમુલનાં તણખલા વડે ભાજપનો માળો બાંધવાની …
23મી ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે 4 જાન્યુઆરી 2021ના રોજથી ગુજરાત હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ કોર્ટ પરિસરમાં આવેલા તેમના ચેમ્બરમાંથી કેસનો વીડિયો કોંફરનસિંગ મારફતે સુનાવણી હાથ ધરશે. 20મી ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટની કમિટિ દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રીએ કોર્ટને લગતા તમામ વિભાગના વડા અને અધિકારીઓને ચેમ્બરમાંથી વીડિયો કોન્ફરેન્સ થકી સુનાવણી માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો આદેશ કર્યો છે.
રાજકોટ / સગર્ભાઓ માટે સારા સમાચાર : મૃત્યુ દરમાં ઘટાડો થાય તેવી રેફરલ…
નોધનીય છે કે ગુજરાત રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 2.37 લાખને પાર પહોચી ચુકી છે. જયારે રાજ્યમાં છેલ્લા કેટલાય દીવથી સતત કોરોના કેસમાં ધીમી ગતિનો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગત રોજ 988 નવા કેસ સામે આવ્યા હતા.
Night curfew / કોરોના સંક્રમણ વધતાં તંત્રનો નિર્ણય – કર્ણાટકમાં આજથી …
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…