વડોદરાના ૧૦૬ વર્ષ જૂના પ્રતાપ વિલાસ પેલેસ મામલે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદ્દો આપ્યો છે. વડોદરા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજી ને હાઇકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. પ્રતાપ વિલાસ પેલેસમાં ઇમારત બનાવવા માટે રેલવે ને આવેલા અવરોધો હવે દૂર થયાં છે.
વડોદરા શહેરનાં પ્રતાપ વિલાસ પેલેસની જગ્યામાં રેલવે યુનિવર્સિટી બનાવવામાં નિર્ણય સામે થયેલી પિટીશનને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.. અરજદાર તરફથી આ હુકમ પર 6 અઠવાડિયાનાં સ્ટેની માગણી કરી હતી.. તે પણ કોર્ટ ફગાવી દીધી છે.
રેલવેનાં અધિકારીઓને તાલીમ આપવાનાં હેતુથી વડોદરા શહેરમાં દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે.. પહેલા અધિકારીઓને અમુક તાલીમ લેવા વિદેશ જવું પડતું હતું, જોકે, હવે રેલવે યુનિવર્સિટી વડોદરામાં બનશે અને તેનું કામ શરૂ કરવામાં આવશે. અરજદાર વડોદરા હેરિટેજ ટ્રસ્ટ તરફથી રજુઆત કરવામાં આવી હતી કે, રેલવે યુનિવર્સિટી અહીં બનશે તો ટુરિઝમ સેક્ટરને અસર પડશે.. ગુજરાત સરકાર પેલેસને ગુજરાત ટુરિઝમની જાહેરાતમાં બતાવે છે અને અહીં ઘણા વૃક્ષો આવેલા છે, તેનાં પર પણ આની અસર પડશે, જો કે, અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે આદેશ સામે 6 અઠવાડિયાનો સ્ટે માગ્યો હતો.. પણ સ્ટે આપવાની માગણી પણ હાઇકોર્ટ ફગાવી દીધી છે.
યુનિવર્સિટી બનાવવાની જગ્યા પેલેસની પાછળ લઇ જવામાં આવી છે..
રેલવે વિભાગ તરફથી એડ્વોકેટ અર્ચના અમીને જણાવ્યું હતું કે, પ્રતાપવિલાસ પેલેસ રેલવેની માલિકીનો છે.. તેની સામેની જગ્યામાં યુનિવર્સિટી બનાવવાની હતી, તેની સામે વિરોધ હતો.. વિરોધનું કારણ એ હતું કે, આ યુનિવર્સિટીનું બાંધકામ થવાનાં કારણે પેલેસની ભવ્યતા ઢંકાઇ જશે.. પરંતુ, આ પેલેસનો ઉપયોગ જાહેર જનતા માટે થતો નથી.. અગાઉ યુનિવર્સિટી માટે મનાઇ હુકમ આપવામાં આવ્યો હતો. તે બાદ પુનઃ સર્વે કરવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી બનાવવાની જગ્યા પેલેસની પાછળ લઇ જવામાં આવી છે.. જેથી હવે પેલેસને કોઇપણ જાતની અડચણ રહેશે નહીં.
આવનારા દિવસોમાં ડિમ્ડ યુનિવર્સિટી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે..
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અરજકર્તાએ મનાઇ હુકમ પણ માગ્યો હતો, પણ કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે.. હવે આવનારા દિવસોમાં ડિમ્ડ યુનિવર્સિટી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ તરફ અરજદાર વડોદરા હેરિટેજ ટ્રસ્ટ તરફથી એડવોકેટ જયદીપ વર્માએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટનો ચુકાદો શિરોમાન્ય છે, પણ ધરોહર બચાવવાનાં જનહિતનાં પ્રયાસને ધ્યાનમાં લાઇ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશનો અભ્યાસ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.
ઉલ્લેખની છે કે, વડોદરાના 106 વર્ષ જૂના પ્રતાપ વિલાસ પેલેસ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 2020ના ફેબ્રુઆરી મહિનામાં હાઇકોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો હતો. પ્રતાપ વિલાસ પેલેસ સામે રેલવે વિભાગ દ્વારા ઇમારત બનાવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની કરાઈ હતી અરજી. 4 માળની આ ઇમારતના બાંધકામ અંગે અરજીમાં ઉઠાવાયો હતો વાંધો. આ કાર્યાલયની ઇમારતને કારણે ઐતિહાસિક ધરોહર એવા પ્રતાપવિલાસ પેલેસની ઓળખ ઝાંખી થઈ જશે એવો કરાયો હતો દાવો. રેલવે વિભાગ માટે હાઇકોર્ટનો આ આદેશ મહત્વનો. રેલવેની ડિમડ યુનિવર્સિટી વડોદરામાં બનવાથી અધિકારીઓને ટ્રેનિંગ માટે નહીં જવું પડે વિદેશ. રેલવેના કલાસ વન અધિકારીઓ હવે વડોદરાની યુનિવર્સીટીમાં જ તાલીમ મેળવી શકશે. વડોદરાના પ્રતાપ વિલાસ પેલેસ ની જગ્યામાં રેલવે યુનિવર્સિટી બનાવવાના નિર્ણયને હાઇકોર્ટે આપી બહાલી. રેલ્વે યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટિશનને હાઇકોર્ટે ફગાવી.
પ્રતાપવિલાસ પેલેસને બચાવવા માટેની પીઆઇએલ વડોદરા હેરિટેજ ટ્રસ્ટ સહિત આઠ દ્વારા દાખલ કરવામાં આવી છે. ટ્રસ્ટનું કહેવું છે કે, 108 વર્ષ જૂની આ મિલકત વારસો છે.કોર્ટે પ્રસ્તાવિત બાંધકામ સામે સ્ટે ઓર્ડર આપ્યો છે. રાજ્ય સરકાર અગાઉ કોર્ટમાં કહી ચૂકી છે કે, પ્રારંભિક સાઇટ પેલેસથી 92 મીટર દૂર હતી, હવે અમે 321 મીટર દૂર બાંધકામ કરીશું. ચીફ જસ્ટિસે ટાંક્યું છે કે, ‘ જો 300થી 400 વૃક્ષોનું નિકંદન નીકળતુ હોય તો તેમે રસ્તાઓ, ઇમારતો, એરપોર્ટ કે ટર્મિનલ બાંધી શકો નહીં. પછી તેમણે ઉમેર્યું કે, મહેલની નજીક અને આસપાસના વૃક્ષો ‘વડોદરાના ફેફસા છે’.
પ્રતાપ વિલાસ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરના ખ્યાતનામ વિસ્તાર લાલબાગ નજીક આવેલ ગાયકવાડી જમાનાનો મહેલ છે. આ મહેલ ઇ. સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. આશરે ૫૫ એકર જમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ વિલાસ મહેલ આવેલ છે. હાલમાં આ મહેલ ભારતીય રેલ્વેની સ્ટાફ કોલેજમાં રુપાંતરિત થઇ ગયેલ છે. આ કોલેજ ભારતીય રેલ્વેમાં જોડાયેલ નવા તેમ જ જુનાં ઓફિસર અને એક્ઝીક્યુટીવ કક્ષાનાં માણસોને તાલિમ આપે છે.