ઈતને પૈસે કમાકર તુમ ક્યા કરોગે? જવાબ: જામતારા કે સબસે અમીર આદમી બનેંગે. આ સંવાદ તો કદાચ આપને યાદ જ હશે. નેટફ્લિક્સની લોકપ્રિય વેબસિરિઝ જામતારાનો આ સંવાદ છે. એ જ જામતારા જે ઓનલાઈન ઠગાઇનું હબ બની ગયું છે. હવે આ જામતારા પર એક અમેરિકન એજન્સી રિસર્ચ કરવા જઇ રહી છે.
જામતારા પર જમ્બો રિસર્ચ!
જામતારાના પડઘા જગત જમાદાર સુધી!
ઝારખંડના જામતારાની કુખ્યાતિ પહોંચી વિદેશ
અમેરિકન એજન્સી કરશે જામતારા પર રિસર્ચ
જામતારાના ઠગોની ચાલાકી પર કરશે રિસર્ચ!
ઓનલાઈન ઠગાઇ માટે કુખ્યાત છે જામતારા
ઝારખંડનું જામતારા આખા દેશમાં ઓનલાઈન ઠગાઈના કેન્દ્ર તરીકે બદનામ થઈ ચૂક્યું છે. સાયબર ક્રાઈમ માટે અહીંથી દેશભરના નાગરિકોને કોલ કરીને છેતરવામાં આવે છે. જ્યારે સાયબર ક્રાઈમનું કોઈ મોટું નેટવર્ક શોધવામાં આવે છે તો તેના તાર ચોક્કસથી જામતારા સુધી લંબાતા હોય છે. જામતારામાં ગેરકાયદે કોલ સેન્ટર બનાવીને લોકોને ઠગતા આરોપી મોટાભાગે ઓછું ભણેલા અથવા ગ્રેજ્યુએશન કરતાં વિદ્યાર્થીઓ પણ હોય છે. જામતારાની આ કુખ્યાતિ વિદેશ સુધી પહોંચતા હવે એક અમેરિકન એજન્સીને તેમાં રસ જાગ્યો છે. આ એજન્સી એ જાણવા માગે છે કે આ ઓછું ભણેલા લોકો આટલી બધી હાઈટેક થઈ ચૂકેલી સિસ્ટમને કેવી રીતે ક્રોસ કરીને છેતરપિંડી કરી જાણે છે. મજાની વાત એ છે કે અમેરિકન એજન્સીના રિસર્ચની આ વાત જામતારા સુધી પણ પહોંચી ગઈ છે. અને એ લોકો આ બાબતને ગર્વથી જોઇ રહ્યાં છે.
જામતારા પર જમ્બો રિસર્ચ!
અમેરિકન એજન્સીએ દિલ્હીમાં કરી બેઠક
ડીજીપી સ્તરના અધિકારી સાથે કરી બેઠક
એજન્સી ઈચ્છે છે અપરાધી યુવકોનું બ્રેઇન મેપિંગ
બ્રેઇન મેપિંગથી ડેટા કલેક્ટ કરી થશે એનાલિસિસ
જામતારાના એસીપીએ કહ્યું એજન્સીનું સ્વાગત
અમેરિકન એજન્સીએ જરૂરી કાયદાકીય મદદ માટે દિલ્હીમાં ડીજીપી સ્તરના અધિકારી સાથે બેઠક પણ કરી લીધી છે. અને આ અંગે સલાહ લેવા ઉપરાંત જરૂરી ચર્ચા કરવામાં આવી છે. આ તરફ જામતારાના એસીપી દિપક કુમાર સિંહાનું કહેવું છે કે તેમનો સંપર્ક હજુ કરવામાં આવ્યો નથી. પણ જો અમેરિકન એજન્સી આવું કોઈ રિસર્ચ કરવા માગે છે તો તેમનું સ્વાગત છે. એજન્સી જામતારાના ઠગ યુવકોનું બ્રેઇન મેપિંગ કરી ડેટા કલેક્ટ કર્યાં બાદ તેનું એનાલિસિસ કરશે. એજન્સીને એ જાણવામાં ખુબ જ રસ છે કે એન્ક્રિપ્ટ કરેલી પેમેન્ટ સિસ્ટમ કે પછી આખે આખા એકાઉન્ટ હેક કરવાનું જ્ઞાન આ ઓછા ભણેલાં લોકો પાસે ક્યાંથી આવે છે. એ લોકો કંઈ રીતે ડીલ કરે છે. એજન્સી રિસર્ચ કરે એ તો ઠીક છે પણ બાદમાં આ યુવાનોને યોગ્ય રસ્તે વાળવામાં કોઈ સહયોગ આપે એ પણ એટલું જ જરૂરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…