જૂનાગઢ,
જૂનાગઢના ભવનાથ કરસન ટેકરી વિસ્તારમાં સિંહોની લટારનો વિડીયો સામે આવ્યો છે. મોડી રાત્રિના સિંહ પરિવાર મારણ કરી રસ્તા પર ઉતરી આવ્યા હતા. એક નહીં પરંતુ 4થી 5 જેટલા સિંહો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે અનેક વખત ગીરનાર જંગલ છોડી સિંહ પરિવાર રોડ પર આવી જતા હોય છે. જેથી ત્યાં આવનાર મુલાકાતીઓ સિંહોનો નજારો કેમેરામાં કેદ કરે છે.