Junagadh/ વીજળી વિતરણમાં અન્યાય, હિંસક પ્રાણીઓના ભયના ઓથાર હેઠળ રાતે પાણી વળવા મજબુર ખેડૂત

ગીર જંગલ વિસ્તાર અને ફોરેસ્ટ વિસ્તારમાં ખેડૂતો ખેતરમાં રાત્રિના સમયે પાણી વાળતા હોય ત્યારે હિંસક અને જંગલી પ્રાણીઓ દ્વારા હિંસક હુમલાઓ થતા અને ખેડૂતો મૃત્યુ પામતા હતા. ત્યારે અસંખ્ય ખેડૂતો મૃત્યુ પામ્યા છે. જેની રજૂઆત ઉચ્ચ કક્ષાએ થતા સરકાર  દ્વારા આવા જંગલ વિસ્તારો માં આવતા ખેતરોને મળતી વીજળી રાત્રિના સમયમાં ફેરફાર કરી દિવસ દરમિયાન વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Gujarat
mendarda વીજળી વિતરણમાં અન્યાય, હિંસક પ્રાણીઓના ભયના ઓથાર હેઠળ રાતે પાણી વળવા મજબુર ખેડૂત

@ચેતન પરમાર, જુનાગઢ 

મેંદરડા તાલુકાના ગીર જંગલ વિસ્તાર અને ફોરેસ્ટ વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતોને સરકાર દ્વારા હળાહળ અન્યાય થવા પામેલ છે.  ત્યારે ગત તા ૨૬/૧૦ ના રોજ લેખિત રજૂઆત કરી માંગ સ્વિકારવા રજૂઆત કરાઇ હતી.  ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વીજળી દિવસ  પાળીમાં આપવા માટે આદેશ કરવામાં આવેલ છે. ત્યારે રાજકીય કિન્નાખોરી દાખવી લાગતા વળગતા વિસ્તારના આગેવાનો દ્વારા ખેતીવાડી માં આપવામાં આવતી વીજળી પહેલા ફેજ  માં આવતા જંગલ વિસ્તારોને બાદ કરી બિન જંગલ વિસ્તારોમાં આવતા અન્ય ખેડૂતોને દિવસ પાડી વીજળી આપવામાં આવતા વિરોધ ફંટાયો છે.

conference / પીએમ મોદી આજે ભારત-આસિયાન વર્ચુઅલ કોન્ફરન્સની સહ અધ્યક્ષતા ક…

ત્યારે ગીર જંગલ વિસ્તાર અને ફોરેસ્ટ વિસ્તારમાં ખેડૂતો ખેતરમાં રાત્રિના સમયે પાણી વાળતા હોય ત્યારે હિંસક અને જંગલી પ્રાણીઓ દ્વારા હિંસક હુમલાઓ થતા અને ખેડૂતો મૃત્યુ પામતા હતા. ત્યારે અસંખ્ય ખેડૂતો મૃત્યુ પામ્યા છે. જેની રજૂઆત ઉચ્ચ કક્ષાએ થતા સરકાર  દ્વારા આવા જંગલ વિસ્તારો માં આવતા ખેતરોને મળતી વીજળી રાત્રિના સમયમાં ફેરફાર કરી દિવસ દરમિયાન વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્યારે મેંદરડા તાલુકાના ડેડકીયાળ, ચાંદ્રાવાડી, અંબાળા, વલ્લભનગર, માનપુર, નાની ખોડીયાર, કેનેડીપુર,માલણકા સહિતના ગામડાઓ ના ખેડૂતો ને ખરેખર દિવસ પાડી વિજળી મળવી જોઈએ જેના બદલે આ ગામના ખેડૂતોને દિવસ પાણી વીજળી મળેલ નથી જે ખરેખર હળાહળ અન્યાય થયેલ છે.  ઉપરોક્ત તમામ ગામો ગીર જંગલ વિસ્તારોમાં આવતા હોય છે જે દિવસ પાડી વીજળી નહીં મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે રમેશભાઈ કોરાટ,ધીરજલાલ કુંભાણી,તુષાર રાખોલીયા,નાજભાઈ ગલ્ચર,ઉમેશભાઈ બોઘરા સહિતના બહોળી સંખ્યામાં ખેડૂતો સહિતના લોકો ઉપસ્થિત રહેલ અને અસંખ્ય ખેડૂતો દ્વારા નાયબ ઈજનેર ઘોડાદ્રા પીજીવીસીએલ મેંદરડા ને રજૂઆત કરેલ હતી.

જે સંદર્ભે આજે મેંદરડા શહેરના પાદર ચોક વિસ્તાર માંથી ખેડૂતો મોટીસંખ્યામાં એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે પાદર ચોક થી મુખ્ય રાજમાર્ગ પર થઈ pgvcl કચેરી મેંદરડા ખાતે ધરણા કરી ઉગ્ર રજૂઆત કરેલ અને મેંદરડા મામલતદાર શ્રી ને પણ લેખિત આપવામાં આવેલ રજૂઆત સંદર્ભે આવતા દિવસોમાં હજુ પણ યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.