જૂનાગઢના માંગરોળમાં સ્વામિનારાયણ મંદિરના સાધુને અંગત પળોની વીડિયો ક્લિપ બતાવી બ્લેકમેઇલ કરતી ફરિયાદ નોંધાવવમ આવી છે. જેને લઈને સાધુ સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના માંગરોળમાં ગોપાલચરણ સ્વામીએ બ્લેકમેઈલની ફરિયાદ નોંધાવી હતી. સ્વામીએ ફરિયાદમાં જણાવ્યું કે, અમદાવાદની હનીબની હોટલમાં તેમને લલચાવી ફોસલાવી તેમનો અજાણી યુવતી સાથેની અંગત પળોની વીડિયો ક્લિપ ઉતારવામાં આવી હતી. બાદમાં આ વીડિયો ક્લિપ સ્વામીને બતાવી ને બ્લેકમેઇલ કરી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. અને સાથે ધમકી પણ આપવામાં આવી છે કે, જો તે 50 લાખ રૂપિયા નહી મળે તો બળાત્કારની ફરિયાદ કરવામાં આવશે.
સ્વામી દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, માંગરોળના ગોપાલચરણ સ્વામીને લલચાવી ફોસલાવીને અમદાવાદની હનીબની હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. બાદમાં યુવતી અને સ્વામીની અંગત પળોની વીડિયો બનાવવામાં આવ્યો હતો.
સ્વામીના જણાવ્યા અનુસાર, જો તેઓ 50 લાખ નહી આપે તો વીડિયો ક્લિપ વાયરલ કરી બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી પણ આપવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.