Blast/ કલોલ બ્લાસ્ટમાં વધુ એકનું મોત, અમિત શાહે આપ્યા તપાસના આદેશ

આ બ્લાસ્ટમાં વધુ એકનું મોત નીપજ્યું છે. આ સાથે મૃત્યુઆંક 2 થઇ ગયો છે. ત્યારે આ ઘટનાને લઈને ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટમાં 2ના મોત અને ઘાયલો સહિત મામલે રિપોર્ટ માંગ્યો છે અને દૂર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને દિલાસો આપ્યો હતો.

Gujarat Others
a 352 કલોલ બ્લાસ્ટમાં વધુ એકનું મોત, અમિત શાહે આપ્યા તપાસના આદેશ

આજે વહેલી સવારે કલોલના પંચવટી સોસાયટીમાં ગેસલાઈમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા 2 મકાન ધરાશાયી થયા હતા. ત્યારે હવે આ મામલે વધુ માહિતી સામે આવી રહી છે. આ બ્લાસ્ટમાં વધુ એકનું મોત નીપજ્યું છે. આ સાથે મૃત્યુઆંક 2 થઇ ગયો છે. ત્યારે આ ઘટનાને લઈને ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટમાં 2ના મોત અને ઘાયલો સહિત મામલે રિપોર્ટ માંગ્યો છે અને દૂર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને દિલાસો આપ્યો હતો.

સ્થાનિકોના દાવા મુજબ, ધડાકાના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ પણ તૂટ્યા હતા. અચાનક મકાન ધરાશાયી થથાં બે લોકો દટાઇ ગયા હતા. જેમાથી એક વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર જમીનમાં ધડાકા થયા હોવાનું લોકોનું અનુમાન છે. સવારે 7.45 વાગ્યે બ્લાસ્ટ થતા મકાન ધરાશાયી થયા હતા. જેમાં પરિવારના 5થી 6 લોકો દટાયા હતા. જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. જ્યારે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે રેંજ આઇજી અભય ચુડાસમા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે ધડાકા સાથે બે મકાન ધરાશાયી થયા છે. બેના મૃત્યુ થયા છે. જ્યારે એક ઇજાગ્રસ્ત થયા છે. સંભવતહ પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવે છે. ઓએનજીસીની પાઇપ લાઇન જતી હોય ત્યાં જનરલી મકાનના બની શકે એવો નિયમ છે, પણ એ તપાસનો વિષય છે.

આ પણ વાંચો : થરાદ કેનાલમાંથી હાથ બાંધેલી હાલત મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા

આ પણ વાંચો : હાઈવે પર ઓવરસ્પીડ પર બાઇક ચલાવવું યુવકને પડ્યું ભારે, થયું કરુણ મોત

આ પણ વાંચો :ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો :કલોલમાં રહસ્યમય વિસ્ફોટમાં બે મકાનો થયા ધરાશાયી, એકનું મોત

આ પણ વાંચો : કિરણ હોસ્પિટલની ઘોર બેદરકારી, બે વર્ષની માસુમ બાળકીને ગુમાવવો પડ્યો જીવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…