“કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો,અડગ મુસાફરને હિમાલય પણ નથી નડતો” આ કહેવતને જીવનમાં ચરિતાર્થ કરીને બતાવી છે નેપાળી પર્વતારોહી કામી રીતા શેરપાએ.શુક્રવારે 25 મી વખત માઉન્ટ એવરેસ્ટના શિખર પર ચઢવામાં નેપાળી આરોહી કામી રીતા શેરપા સફળ થઈ છે. આ સાથે, 51 વર્ષીય રીતા 25 વખત વિશ્વની સૌથી ટોચ પર ચઢનાર પ્રથમ પર્વતારોહી બની ગઈ.
કામી રીતાએ સૌથી વધુ વખત એવરેસ્ટ પર ચઢવાનો પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. જે તેણે બે વર્ષ પહેલાં 24 મી વખત આ શિખર પર ચઢીને હાંસિલ કર્યો હતો. બે વર્ષ પહેલાં, 24 મી વખત ચઢતી વખતે, કામી રીતાએ સાત દિવસની અંદર બે વાર માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને બીજો રેકોર્ડ બનાવ્યો હતો.
ખબરહબે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે કાઠમંડુમાં સાત સમિટ ટ્રેકસ અનુસાર, એવરેસ્ટ જવા માટેનો માર્ગ તૈયાર કરીને ટીમનું નેતૃત્વ કરનાર કામી રીતા શુક્રવારે સાંજે સમુદ્ર સપાટીથી આશરે 8,848.86 મીટર ઉપર શિખર પર પહોંચી હતી.
આ વિક્રમી યાત્રામાં સોલુખમ્બુ ની છ અને કામી રીતા સાંખુવાભાનાની સહિત છ ટીમ હતી. કમી રીતાએ સૌ પ્રથમ 1994 માં માઉન્ટ એવરેસ્ટ પર ફતેહ મેળવ્યો હતો. રીટા પછી, અપ્પા શેરપા અને ફુરબા તાસી શેરપા 23-23 વખત વિશ્વની આ સૌથી ટોચ પર ચઢી છે.