ગીતકાર જાવેદ અખ્તરે મંગળવારે સ્થાનિક અદાલતમાં કંગના રનૌત સામે ગુનાહિત ફરિયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે અભિનેત્રીએ ટેલિવિઝન પર આપેલા ઇન્ટરવ્યુમાં તેની સામે માનહાનિ અને પાયાવિહોણી ટિપ્પણીઓ કરી હતી. અખ્તરે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, અંધેરી સમક્ષ ફરિયાદ નોંધાવી ભારતીય કલમ સંબંધિત રનૌત સામે જવાનો નિર્ણય કર્યો છે, ગીતકારે ફરિયાદમાં કહ્યું છે કે રનૌતે તાજેતરમાં તેમની વિરુદ્ધ પાયાવિહોણી ટિપ્પણીઓ કરી હતી, જેનાથી તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે.
આ પણ વાંચો : મુંબઈ પોલીસે કરી રિપબ્લિક ટીવીના એડિટક અર્ણબ ગોસ્વામીની ધરપકડ
ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત વિવાદમાં રનૌતે અખ્તરનું નામ પણ લીધું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે રનૌતે દાવો કર્યો હતો કે અખ્તરે અભિનેતા રિતિક રોશન સાથેના તેના કથિત સંબંધો વિશે વાત નહીં કરવાની ચેતવણી આપી હતી.
હવે જાવેદ અખ્તરના કેસની નોંધણી પર અભિનેત્રી કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના નેતા સંજય રાઉતનાં ટ્વિટને રિટ્વિટ કરતા તેણે લખ્યું કે, “એક શેરની… ઓર એક ભેડીયો કા ઝુંડ.” લોકો કંગનાની ટ્વિટ પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેમનો પ્રતિસાદ આપી રહ્યા છે.
આ પણ વાંચો : જાણો એવુ તે શું થયુ કે અમિતાભ બચ્ચન અને KBC નાં નિર્માતાઓ વિરુદ્ધ નોંધાઇ FIR