કંગના કોઇ પણ કારણસર વિવાદમાં રહે છે ,થોડા દિવસ પહેલા પાસપોર્ટ રિન્યુ ના થતાં તેણે પોતાની ભડાશ સોશિયલ મીડિયા પર વ્યકત કર્યા હતાં.હવે તેમનો પાસપોર્ટ રિન્યુ થઇ ગયો છે. તેની માહિતી પણ કંગનાએ સોશિયલ મીડિયા પર આપી હતી તે ખુબ ખુશ હતી, કંગનાએ એક તસવીર શેર કરીને પાસપોર્ટ રિન્યુ અંગે માહિતી આપી હતી. કંગનાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, ‘મારો પાસપોર્ટ મળ્યો … તમારી ચિંતા અને શુભેચ્છાઓ બદલ તમારો આભાર. ચીફ હું જલ્દી તમારી સાથે રહીશ. આ પોસ્ટમાં કંગનાએ રજનીશ ઘાઈને ટેગ કર્યા છે અને # ધાકડ પણ લખી છે.
કંગનાએ કહ્યું કે તેના પાસપોર્ટ રિન્યુ કરવામાં આવી રહ્યું નથી અને આવી સ્થિતિમાં તેણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. પરંતુ કોર્ટે કંગનાની સુનાવણી મોકૂફ રાખી હતી ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કંગનાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં આનો ઉલ્લેખ કર્યો હતો અને કિશોર કુમારને યાદ કરતાં કહ્યું હતું કે સાચી કળા હંમેશા ફાસીવાદ સામે લડતી રહી છે.