Boycott Trend/ બોયકોટ ટ્રેન્ડ પર ભડક્યો કરણ જોહર, કહ્યું- ‘ટ્રોલ્સની નેગેટિવ વાતો પર ધ્યાન આપશો તો…’

કરણ જોહરે બોલિવૂડના બોયકોટ ટ્રેન્ડ પર કહ્યું, “જ્યારે દરેક જગ્યાએ નકારાત્મક વાતાવરણ હોય ત્યારે તમારે કેટલીક બાબતોને નજરઅંદાજ કરવી પડે છે.

Trending Entertainment
બોયકોટ ટ્રેન્ડ

બોલિવૂડ ફિલ્મો આજકાલ બોયકોટ ટ્રેન્ડથી પરેશાન છે. હિન્દી ઈન્ડસ્ટ્રીની એક પછી એક ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ફિલ્મમાં મોટો સ્ટાર હોય કે મોટા બજેટની ફિલ્મ, દર્શકો ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં આવતા નથી. આ બધું બોયકોટના ટ્રેન્ડને કારણે થઈ રહ્યું છે. ફિલ્મની રિલીઝ પહેલા સોશિયલ મીડિયા પર બોયકોટ ટ્રેન્ડ ની માંગ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં હવે કરણ જોહરે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કરણ જોહરે બોલિવૂડના બોયકોટ ટ્રેન્ડ પર કહ્યું, “જ્યારે દરેક જગ્યાએ નકારાત્મક વાતાવરણ હોય ત્યારે તમારે કેટલીક બાબતોને નજરઅંદાજ કરવી પડે છે. જો તમારા મનમાં સકારાત્મક ઉર્જા હશે તો તમારી આસપાસ પણ એવું જ વાતાવરણ સર્જાશે. જ્યારે તમે ટ્રોલ્સ જેવી નકારાત્મક બાબતો પર ધ્યાન આપો છો, તો તમે પણ નકારાત્મક બની જશો. તે તમારા જીવનને અસર કરશે.

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર પહેલા આલિયા ભટ્ટ, કરીના કપૂર, અર્જુન કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સ પણ બહિષ્કારના ટ્રેન્ડ પર પોતાનો અભિપ્રાય આપી ચૂક્યા છે. પરંતુ તે પછી તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે કરણ જોહરના આ અભિપ્રાય પર દર્શકો કેવી પ્રતિક્રિયા આપે છે.

આપને જણાવી દઈએ કે, કરણ જોહરની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય મજબૂત ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ ખાન પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો:પંજાબી ગાયક નિરવૈર સિંહનું મેલબોર્નમાં કાર અકસ્માતમાં મોત

આ પણ વાંચો: ધરપકડ બાદ KRK ની તબિયત બગડી, કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:ગણપતિ ઉત્સવમાં દક્ષિણના કલાકારોનું પ્રભુત્વ, અલ્લુ અર્જુનથી લઈને રામ ચરણના લુકમાં બાપ્પાની મૂર્તિની બોલબાલા