એક દુખદ સમાચાર કર્ણાટકનો છે, જ્યાં પેજાવર મઠનાં વિશ્વેશા તીર્થ સ્વામી હવે આપણી વચ્ચે નથી રહ્યા, તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધો, તેઓ લાંબા સમયથી બીમાર હતા, સ્વામીને (88) શ્વાસ લેવામાં મુશ્કેલી આવી હોવાની ફરિયાદ બાદ 20 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તે આઈસીયુમાં હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વેશ તીર્થ સ્વામીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, ‘હુ પોતાને ધન્ય માનુ છુ કે મને વિશ્વેશ તીર્થ સ્વામીજીથી ઘણુ શીખવાની તક મળી. તાજેતરમાં ગુરુ પૂર્ણિમાનાં શુભ દિવસે મળેલી બેઠક પણ યાદગાર રહી હતી. તેમનું જ્ઞાન હંમેશાં બની રહ્યું. મારા વિચારો તેમના અસંખ્ય અનુયાયીઓ સાથે છે.
સ્વામીનાં અવસાનથી સમગ્ર કર્ણાટકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ વિશ્વેશ તીર્થ સ્વામીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે, આપને જણાવી દઇએ કે, શનિવારે રાત્રે મણિપાલની કસ્તુરબા હોસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે એક આરોગ્યની બુલેટિનમાં જણાવ્યું હતું કે, વિશ્વેશ તીર્થ સ્વામીજીની હાલત ખૂબ ગંભીર છે અને તેમની હાલત સતત ખરાબ થઇ રહી છે. તે બેભાન છે અને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે, ટેસ્ટમાં મળી રહેલી જાણકારી મુજબ તેમનુ મસ્તિ,ક પણ સામાન્યરૂપથી કાર્યરત નથી.
આ અગાઉ પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ રવિવારે સવારે ઉડુપીનાં કૃષ્ણ મઠની મુલાકાત લેવા ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.