TELLYWOOD NEWS/ ‘કાર્તિક-સિરત’ YRKKH છોડવાના હોવાનું નક્કી! ઓક્ટોબરમાં શૂટ કરશે તેઓ છેલ્લો એપિસોડ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં લીપ આવવાનો છે અને આ કારણથી જ બંને શો છોડી રહ્યા હોવાની વાતથી ફેન્સમાં પણ નિરાશા છે.

Entertainment
Untitled 317 'કાર્તિક-સિરત' YRKKH છોડવાના હોવાનું નક્કી! ઓક્ટોબરમાં શૂટ કરશે તેઓ છેલ્લો એપિસોડ

શિવાંગી જોશી અને મોહસિન ખાન શો છોડી રહ્યા હોવાની વાત જ્યારથી વહેતી થઈ છે ત્યારથી બધાની નજર ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પર છે. રિપોર્ટ્સ પ્રમાણે શિવાંગી જોશી અને મોહસિન ખાનની એક્ઝિટ બાદ શો નવા એક્ટર્સ અને વાર્તા સાથે આગળ વધશે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં લીપ આવવાનો છે અને આ કારણથી જ બંને શો છોડી રહ્યા હોવાની વાતથી ફેન્સમાં પણ નિરાશા છે. કારણ કે, બંને છેલ્લા પાંચ વર્ષથી તેનો ભાગ છે અને લોકોને તેમની કેમેસ્ટ્રી પણ ગમે છે.

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે શિવાંગી જોશી અને મોહસિન ખાન ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં તેમના છેલ્લા એપિસોડનું શૂટિંગ કરશે. જો, આ સમાચાર સાચા નીકળ્યા તો ફેન્સને જબરદસ્ત ઝટકો લાગવાનો છે. ઉલ્લેખનીય છે કે, મોહસિન ખાન કાર્તિકનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે શિવાંગી જોશી સિરતનું પાત્ર ભજવી રહી છે, અગાઉ તે નાયરાની ભૂમિકામાં જોવા મળી હતી. ફેન્સને તેમની કેમેસ્ટ્રી એટલી ગમે છે કે તેઓ તેમને પ્રેમથી કાયરા કહીને બોલાવે છે.

આ પણ વાંચો :PM MODI પાસે જાણો કેટલી સંપતિ છે ?

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ બાદ મોહસિન ખાન બિગ બોસ 15મા ભાગ લેવાનો હોવાની ચર્ચા હતી. આ માટે તેને તગડી ફી ઓફર થઈ હોવાનું પણ કહેવાયું હતું. જો કે, એક્ટરે કહ્યું હતું કે ‘હું બિગ બોસ 15મા ભાગ લેવાનો હોવાની વાત ખોટી છે. તે શક્ય જ નથી. કારણ કે, હું શરમાળ છું’.

થોડા દિવસ પહેલા શોમાં અખિલેશનું પાત્ર ભજવી રહેલા અલી હસને પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘મને આના વિશે હાલ તો કંઈ જાણ નથી. આવું કંઈ ન થાય તેવી હું આશા રાખું છું. આ વાતની જાણ થયા બાદ મને થોડી ચિંતા થઈ રહી છે. આમ ન થવું જોઈએ કારણ કે લોકોને તેમની કેમેસ્ટ્રી ગમી રહી છે. મેં ઘણા શો કર્યા છે પરંતુ આ બંને એક્ટર્સની વાત જ અલગ છે. તેઓ સખત મહેનત કરે છે અને પોતાના પાત્રોને ગંભીરતાથી લે છે’.

આ પણ વાંચો :હવે રેલવે સ્ટેશન પર સમાન ઊંચકવા માટે કુલી શોધવાની જરૂર નહિ રહે, આવી રહી છે મોબાઈલ એપ